Mahashivratri 2025: મહાશિવરાત્રીના અવસરે આપની રાશિ મુજબ કરો શિવઅભિષેક, મહાદેવ આપશે શુભાશિષ

Mahashivratri 2025: વર્ષ 2025 માં, મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રી એ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ દિવસ છે અને ભક્તો આ દિવસની આખું વર્ષ રાહ જોતા હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એટલા માટે ભક્તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હિન્દુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 11:08 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 08:54 વાગ્યા સુધી ચાલશે. તેથી મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

મેષ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ગંગા જળ અને ગાયનું દૂધ અર્પણ કરવું જોઇએ. જે તેમની કારકિર્દીમાં ફળદાયી રહેશે.
વૃષભ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર ભગવાન શિવને દહીં અને દૂધનો અભિષેક કરવો જોઈએ જેથી કરીને જીવનમાંથી સંઘર્ષ દૂર થાય.
મિથુન રાશિનો સ્વામી બુધ છે અને આ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બિલ્વ પત્ર પાન અને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. તે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે.
મહાશિવરાત્રીના દિવસે કર્ક રાશિના જાતકોએ ભગવાન શિવની કૃપા મેળવવા માટે દૂધ ચઢાવવું જોઈએ. કર્કનો અધિપતિ ગ્રહ ચંદ્ર હોવાથી અને ચંદ્ર ભગવાન શિવને પ્રિય છે, તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે સફેદ રંગની વસ્તુઓ ચઢાવો.
સિંહ રાશિનો શાસક ગ્રહ સૂર્ય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે તેમને મધ અને ગોળ ચડાવવો જોઈએ.
કન્યા રાશિનો અધિપતિ ગ્રહ બુધ છે અને જીવનના તમામ અવરોધોથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવને બિલ્વ પત્રના પાન અને મધથી અભિષેક કરવો જોઈએ
આશીર્વાદ મેળવવા માટે તુલા રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને દૂધ, દહીં, મધ, દેશી ઘીનો અભિષેક કરવો જોઈએ અને શેરડીનો રસ ચઢાવવો જોઈએ.
વૃશ્ચિક રાશિનો શાસક ગ્રહ મંગળ છે. આ મહાશિવરાત્રી પર તમે શિવ પૂજામાં ભાગ લઈને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો. નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે વૃશ્ચિક રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ.
ધન રાશિનો શાસક ગ્રહ ગુરુ છે. તેઓએ મુખ્યત્વે ભગવાન શિવને દેશી ઘી સાથે ચંદન પાવડર અને પીળા કપડા અને પીળા ફૂલોનો અભિષેક કરવો જોઈએ.
મકર રાશિનો સ્વામી શનિદેવ છે. મકર રાશિના લોકો મહાશિવરાત્રિ પર પૂજા કરવાથી શનિદેવ અને મહાદેવ બંનેના વિશેષ આશીર્વાદ મેળવે છે. મકર રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે બેલપત્ર, ગંગાજળ, ગાયનું દૂધ વગેરેનો ઉપયોગ કરી પૂજા કરવી જેનાથી ભય દૂર થશે અને શક્તિ સામર્થ્ય મળશે.
શનિદેવ કુંભ રાશિના પણ સ્વામી છે. આ રાશિના લોકોને ભગવાન શિવ અને શનિદેવની વિશેષ કૃપા પણ મળે છે. કુંભ રાશિના જાતકોએ મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને વ્રત પણ રાખવું જોઈએ. ભગવાન શિવને મધ અર્પણ કરવું જોઇએ.
મીન રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમની પૂજા કરવા માટે બદામ, બિલ્વના પાન અને પીળા ફૂલ અર્પણ કરવા જોઇએ. જેનાથી ભક્તોને લાંબા આયુષ્ય, ઐશ્વર્ય, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.