Mahashivratri 2024: મહાશિવરાત્રિના અવસરે આ રીતે કરો શિવજીનો શૃંગાર, જુઓ તસવીર
Mahashivratri 2024: 8મી માર્ચે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી. જાણો આ રીતે કેવી રીતે કરી શકાય ભોલેનાથનો શૃંગાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ છે, મહાશિવરાત્રીનો તહેવાર આવતીકાલે એટલે કે શુક્રવાર, 8 માર્ચ, 2024 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભોલેનાથ માટે વ્રત રાખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે
મહા મહિનામાં આવતા આ વ્રત કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથની પૂજા કેવી રીતે કરવી અને ભગવાન શિવ અને શિવલિંગને કેવી રીતે શણગારવા. જાણીએ
આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠો અને સ્નાન વગેરેથી દિવસની શરૂઆત કરો. ઘરના મંદિરમાં શિવ અને પાર્વતીની મૂર્તિઓની સ્થાપના કરો. શિવ ચાલીસાનો પાઠ કરો, ભગવાન શિવની આરતી કરો.
ઘરની નજીકના મંદિરમાં જઈને શિવલિંગ પર જળ, દૂધ અને ગંગા જળ મિશ્રિત અભિષેક કરો. જલાભિષેક કરતી વખતે ભગવાન શિવના મંત્રોનો અવશ્ય જાપ કરો.
તેની સાથે શિવલિંગ પર ફૂલ, ફળો જેવા કે બોર ધતુરા, બેલપત્ર વગેરે ચઢાવો.
ભગવાન શિવને ભોજન અર્પણ કરો અને લોકોમાં પ્રસાદ વહેંચો