Paush Purnima 2023: આજે પોષ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, ધનવાન પણ બની જાય છે ગરીબ
Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોષ પૂર્ણિમાના દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરવો. આ દિવસ લક્ષ્મી-નારાયણ અને ચંદ્રને સમર્પિત છે. કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દેવી લક્ષ્મીની પૂજાનું ફળ મળતું નથી. ઉપવાસ વ્યર્થ જાય છે.
પૌષ પૂર્ણિમાનું વ્રત ત્યારે જ ફળદાયી બને છે જ્યારે પરિવારમાં શાંતિનું વાતાવરણ હોય. આ દિવસે ઘરમાં કોઈપણ પ્રકારનો ઝઘડો અને કલહ ન થવો જોઈએ. આમ કરવાથી દરિદ્રતા આવે છે.
આ વખતે પોષ પૂર્ણિમા શુક્રવારે છે અને આ દિવસે ફાટેલા અને ગંદા કપડા ન પહેરવા જોઈએ. આ વસ્તુ રાહુને નબળો બનાવે છે.
આ દિવસે પૈસાની લેવડ-દેવડ ન કરવી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી ઘરમાંથી દૂર થઈ જાય છે. વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં અક્ષતને સામેલ ન કરો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ દૂર થાય છે.
ભૂલથી પણ પોષ પૂર્ણિમાના દિવસે માંસ મદીરાનું સેવન ન કરો. આના કારણે તમે પુણ્યને બદલે પાપનો ભાગ બની જશો.