Holi 2025 : રંગોની હોળી જીવનમાં પણ લાવશે શુભતા, બસ આપની રાશિનુશાર શુભ રંગની કરો પસંદગી, થશે ભાગ્યોદય

Holi 2025: હોળીના પર્વમાં ભૂલથી પણ ન કરો, આ રંગનો ઉપયોગ, જાણો કયો રંગ આપના માટે છે અશુભ

તસવીર ( freepik)

1/7
Holi 2025: હોળી પર રંગોનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે રાશિ પ્રમાણે રંગોથી હોળી રમવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ રાશિ પ્રમાણે કયો રંગ તમારા માટે અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ રાશિ મુજબના લકી રંગ
2/7
મેષ અને વૃશ્ચિક - બંને રાશિઓનો સ્વામી મંગળ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળનો રંગ લાલ છે. તેથી, આ રાશિના લોકોએ હોળીના દિવસે લાલ, ગુલાબી અથવા તેના જેવા રંગો અને ગુલાલનો ઉપયોગ કરવો જોઈએ.
3/7
વૃષભ અને તુલા – આ બને રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રનો રંગ સફેદ અને ગુલાબી છે. આ રાશિના લોકોએ સફેદ રંગોનો હોળીમાં વધુ ઉપયોગ કરવો શુભ છે જો કે હોળી પર સફેદ રંગથી હોળી રમવી શક્ય નથી તેથી સિલ્વર કલરનો પણ ઉપયોગ કરી શકાય છે. તેમજ ગુલાબી રંગથી પણ હોળી રમી શકાય છે.
4/7
કન્યા અને મિથુન- આ રાશિઓનો સ્વામી બુધ છે. અને બુધ ગ્રહનો રંગ લીલો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, લીલા રંગનો ઉપયોગ જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. લીલા રંગ ઉપરાંત, આ રાશિના લોકો પીળા, કેસરી અને આછા ગુલાબી રંગોથી પણ હોળી રમી શકે છે.
5/7
મકર અને કુંભ- તેમના સ્વામી શનિદેવ છે, શનિદેવનો રંગ કાળો કે વાદળી છે આવા લોકો માટે વાદળી રંગ શુભ છે. કાળા રંગથી હોળી રમવી શક્ય નથી, તેથી તમે વાદળી, લીલા રંગોથી હોળી રમી શકો છો.
6/7
ધનુ અને મીન રાશિઃ- ગુરુ ધનુ અને મીન રાશિનો સ્વામી છે. તેનો પ્રિય રંગ પીળો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આ સિવાય ઓરેન્જ કલરનો પણ ઉપયોગ કરી શકાય છે.
7/7
કર્ક અને સિંહ રાશિઃ- ચંદ્ર કર્ક અને સિંહ રાશિનો સ્વામી છે. અને આ રાશિના લોકોએ સફેદ રંગથી હોળી રમવી જોઈએ. સફેદ રંગથી હોળી રમવી શક્ય નથી, તેથી આવી સ્થિતિમાં, આ લોકો કોઈપણ રંગ લઈ શકે છે અને તેમાં થોડું દહીં અથવા દૂધ મિક્સ કરી શકે છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય ભગવાન હોવાના કારણે, નારંગી, લાલ અને પીળા રંગોથી હોળી રમી શકે છે.
Sponsored Links by Taboola