Neemach Mata Mandir: અહીં માતાના દર્શનથી થાય છે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ, 800 પગથિયા ચઢીને મંદિરે પહોંચે છે ભક્તો
રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું નીમચ માતાનું મંદિર દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે. ત્યાંના લોકો નીમચ માતામાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. આ જ કારણ છે કે અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. ઉદયપુરમાં શહેરથી 19 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. જેમાં સામાન્ય લોકોની સાથે સાથે અનેક મોટા સ્ટાર્સ પણ દર્શન માટે પહોંચ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પણ હાલમાં જ માતાના આશીર્વાદ લેવા આ મંદિર પહોંચી હતી. ચાલો તમને એ પણ જણાવીએ કે આ મંદિરની ખાસિયત શું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્થાનિક લોકોના મતે આ મંદિર વિસ્તારમાં બનેલો કૂવો ખૂબ જ ચમત્કારિક છે. જ્યાં સ્નાન કરવાથી લકવો અને પોલિયો જેવા રોગો પણ મટે છે.
આ મંદિરમાં માતાના દર્શન કરવા માટે ભક્તોએ લગભગ 800 પગથિયાં ચઢવા પડે છે.
બીજી તરફ નવરાત્રિ નિમિત્તે આ મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે અને અહીંના પૂજારીઓ માતાની મૂર્તિને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારે છે.
સારા અલી ખાનની વાત કરીએ તો તેમને ટ્રાવેલિંગ ખૂબ જ પસંદ છે. તાજેતરમાં તે ઉદયપુર ગઇ હતી અને નીમચ માતાના મંદિરમાં પૂજા કરતી જોવા મળી હતી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા ટૂંક સમયમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે અતરંગી રેમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય કરી રહ્યા છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે