Grahan 2023: આ વર્ષે ગ્રહણ ક્યારે થશે? જાણો ગ્રહણની તારીખો અને તેનો સુતક સમય
Surya Grahan 2023 Date: વર્ષ 2023માં પ્રથમ ગ્રહણ સૂર્યગ્રહણ હશે. જે ગુરુવાર, 20 એપ્રિલ, 2023ના રોજ થશે. પંચાંગ અનુસાર આ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ સવારે 7.04થી બપોરે 12.29 સુધી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChandra Grahan 2023 Date: વર્ષ 2023નું બીજું ગ્રહણ ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ શુક્રવાર 5 મે, 2023 ના રોજ થશે. આ વર્ષનું આ પહેલું ચંદ્રગ્રહણ હશે જ્યારે બીજું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 01.06 વાગ્યે શરૂ થશે અને 02.22 વાગ્યે સમાપ્ત થશે. સ્થાનિક ગ્રહણનો સમયગાળો એક કલાક સોળ મિનિટ અને સોળ સેકન્ડનો રહેશે.
વર્ષ 2023નું ત્રીજું ગ્રહણ સૂર્યગ્રહણ હશે. આ વર્ષનું આ બીજું સૂર્યગ્રહણ હશે. વર્ષ 2023નું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023 શનિવારના રોજ થશે.
વર્ષ 2023ના બંને સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. બીજું સૂર્યગ્રહણ પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિકા અને આર્કટિકમાં દેખાશે.
વર્ષ 2023નું બીજું ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. તેથી તેનો સુતક કાળ ભારતમાં માન્ય રહેશે. ચંદ્રગ્રહણનો સુતક સમય ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા શરૂ થશે.
સૂર્યગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે. વર્ષ 2023માં થનારા બંને સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી તેનો સુતક સમયગાળો ભારતમાં માન્ય રહેશે નહીં.