Somvar ke upay : સુખ સમૃદ્ધિ માટે સોમવારના દિવસે કરો આ ઉપાય, શિવજીની કૃપાથી થશે મનોકામન પૂર્ણ
સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ દિવસે આ દિવસે ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરવાથી સઘળી મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે વ્રત રાખવાનું પણ વિધાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાસ્ત્રો અનુસાર સોમવારે દહીં, સફેદ વસ્ત્ર, દૂધ અને ખાંડનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન ભોલેનાથ તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને ઇચ્છિત વરદાન આપે છે.
જો તમે પૈસાની અછત અથવા ગરીબી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે સોમવારે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ આપના માટે લાભકારી રહેશે.
આ સિવાય જો કોઈ વ્યક્તિ પિતૃ દોષથી પીડિત હોય તો તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેણે સોમવારે સાંજે કાચા ચોખા સાથે કાળા તલ મિક્ષ કરીને દાન કરવું જોઈએ. આ ઉપાયથી ઘરમાં ધન અને અનાજનો ભંડાર પણ ભરાઈ જશે.
જો કોઈ વ્યક્તિનો ચંદ્ર નબળો હોય તો તે વ્યક્તિએ ચંદ્ર દોષનો પ્રભાવ ઓછો કરવા માટે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. તેમજ કપાળ પર ચંદનનું તિલક લગાવીને ઘરની બહાર નીકળવું જોઈએ.
સોમવારે ભગવાન ભોલેનાથને અક્ષત, ચંદન, ધતુરા, દૂધ, ગંગાજળ અને બેલના પાન વગેરે અર્પણ કરવા જોઈએ. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના શુભ આશીર્વાદ આપે છે
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે સોમવારે શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવો અને ત્યાર બાદ તેમની આરતી કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.