Precious Diamond: આ હીરાની કિંમત છે 400 કરોડ રૂપિયા, આ કારણે ડાયમંડ છે દુર્લભ
તમે કોહિનૂર હીરા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે દુનિયાના સૌથી દુર્લભ આ નીલ ડાયમંડ વિશે કંઇ જાણો છો? આ હીરાની કિંમત 3,93,62,18,400 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ હીરાનું નામ છે De Beers Cullinan Blue Diamond. આ વાદળી રંગના હીરાને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. તે 15.10 કેરેટની છે જે $48 મિલિયનમાં હરાજી કરવામાં
આ દુર્લભ વાદળી હીરાની શોધ સૌપ્રથમ એપ્રિલ 2021માં દક્ષિણ આફ્રિકાની કુલીનન ખાણમાં થઈ હતી. આ ખાણ નીલા અથવા તો વાદળી રત્નોની શોધ માટે જાણીતી છે.
એપ્રિલ 2022 માં હોંગકોંગ લક્ઝરી વીક સેલ્સમાં ફાઇન આર્ટ કંપની સોથેબી દ્વારા બ્લુ હીરાની હરાજી માટે ઓફર કરવામાં આવી હતી.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ સ્ટેપ કટ બ્લુ હીરાની હરાજી કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો અને તેજસ્વી હીરો હતો.
જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) દ્વારા તેને અત્યાર સુધીનો સૌથી મોટો આંતરિક દોષરહિત સ્ટેપ-કટ આબેહૂબ વાદળી હીરા તરીકે વર્ણવવામાં આવ્યો હતો.
જો કે, વિશ્વના સૌથી મોટા અને દુર્લભ હીરામાં કોહિનૂરનું નામ હજુ પણ ટોચ પર આવે છે. આ હીરા મૂળ ભારતનો છે, જો કે તે હાલ બ્રિટિશ રાજવી પરિવાર પાસે છે.