Shani Uday 2024: 18 માર્ચે શનિના ઉદયની આ ત્રણ રાશિ પર થશે સકારાત્મક અસર, કરિયર સહિત આ ક્ષેત્રે થશે લાભ
શનિ 11 ફેબ્રુઆરી 2024માં કુભ રાશિમાં અસ્ત થશે. હવે લગભગ એક મહિના બાદ 18 માર્ચે સવારે 07.49 શનિ ઉદિત થશે. કુંભ શનિની મૂળ ત્રિકોણ રાશિ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવગ્રહોમાં શનિ સૌથી ધીમે ચાલે છે. જેના કારણે તેની શુભ અશુભ અસર પણ લાંબા સમય સુધી રહે છે. હાલ શનિ કુંભ રાશિમાં અસ્ત થઇ રહ્યો છે.
18 માર્ચે 2024એ શનિ કુંભ રાશિમા ઉદય થશે. એવી સ્થિતિમાં ઉદિત થઇને શનિ કેટલીક રાશિને બંપર લાભ આપશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા પણ દૂર થશે. નોકરીની સાથે કોરાબારીઓને પણ ધનની આવક વધશે. જાણીએ શનિ ઉદિત થતા કઇ રાશિને મળશે લાભ
મેષ રાશિ- યાત્રા સફળ થશે. તણાવ ઓછો થશે. બગડેલા કામ બનશે. ઉચ્ચ અધિકારીની મદદથી પ્રશ્નોનું સમાધાન મળશે,. કારોબારમાં લાભ થશે
વૃષભ રાશિ- ધન સંબંધિત સમસ્યા દૂર થશે. પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કોઇ લાંબી બીમારીથી ઝડપથી રાહત મળશે. પ્રમોશનના યોગ છે. આપની બદલી પણ થઇ શકે છે.
મિથુન રાશિ- મિથુન રાશિના નવમ ભાવમાં શનિ ઉદય થશે. આપના લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. નોકરીમાં બદલાવ આવશે. ધનલાભ થશે. શારિરીક કષ્ટો દૂર થશે