Toe Ring benefits: લગ્ન બાદ પગમાં માછલી પહેરવા પાછળ છે આ મેડિકલ સાયન્સ
હિન્દુ ધર્મમાં, પરિણીત સ્ત્રીઓ તેમના પગમાં માછલીની શેપની રિંગ પહેરે છે તેને માછલી અથવા વેઢ કહે છે. તે તેમના સોલહ-શ્રૃંગારનો એક ભાગ છે, તેમજ સુહાગની નિશાની પણ છે. પરંતુ પગમાં ચાંદી પહેરા પાછળ એક સાયન્સ પણ છે. અન્ય ઘણા મહત્વના કારણો છે. શું સાયન્સ છે જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિન્દુ ધર્મમાં, પરિણીત સ્ત્રીઓ તેમના પગમાં માછલીની શેપની રિંગ પહેરે છે તેને માછલી અથવા વેઢ કહે છે. તે તેમના સોલહ-શ્રૃંગારનો એક ભાગ છે, તેમજ સુહાગની નિશાની પણ છે. પરંતુ પગમાં ચાંદી પહેરા પાછળ એક સાયન્સ પણ છે. અન્ય ઘણા મહત્વના કારણો છે. શું સાયન્સ છે જાણીએ.
સ્ત્રીઓ પગમાં માછલી પહેરે છે. જે માત્ર સુહાગની નિશાની નથી, પરંતુ તેમના સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તે ખૂબ જ મહત્વ છે. માછલી પહેરવાથી મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા થાય છે અને તેનાથી બીમારીઓ પણ દૂર રહે છે.
સામાન્ય રીતે મોટા અંગૂઠાની બાજુની આંગળીમાં માછલી પહેરવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ એક કરતાં વધુ આંગળીઓમાં પણ વીંટી પહેરે છે. શરીરની ઘણી ચેતા અંગૂઠાની બાજુની આંગળી સાથે જોડાયેલી હોય છે. આ આંગળીમાં માછલી પહેરવાથી જ્ઞાનતંતુઓ પર દબાણ આવે છે. એક રીતે તેને એક્યુપ્રેશર થેરાપી પણ કહી શકાય. આ નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
અંગૂઠા પછી આંગળીમાં પહેરવામાં આવતી માછલી ખાસ નસ પર દબાણ લાવે છે. ઉપરાંત, તે ગર્ભાશયમાં રક્ત પરિભ્રમણને સુધારે છે, જેનાથી ગર્ભધારણ કરવાની ક્ષમતા વધે છે.
માછલી પહેરવાનો પૂરો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે આપ ચાંદીની વીટી પહેરો, ચાંદીની વીટીં પહેરવાથી શરીરને ઠંડક મળે છે અને ગર્ભાશયના રોગોથી બચે છે. સિલ્વર ધાતુ હોર્મોન્સને સંતુલિત કરે છે. એટલું જ નહીં, પાયલ પણ હંમેશા ચાંદીના જ પહેરવા જોઈએ. ધાર્મિક ગ્રંથોની દૃષ્ટિએ સોનાનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ગુરુ સાથે છે. તેથી, સોનું ક્યારેય કમરની નીચે ન પહેરવું જોઈએ, નહીં તો દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તેનાથી નારાજ થઈ જાય છે.
લગ્ન પછી મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે. આના કારણે અનિયમિત માસિક ચક્ર અથવા હોર્મોન્સમાં અસંતુલન જેવી સમસ્યાઓ થાય છે. અંગૂઠામાં માછલી પહેરવાથી હોર્મોન્સનું સંતુલન રહે છે અને પીરિયડ્સ પણ સમયસર આવે છે.
- એવું પણ કહેવાય છે કે, માછલી પહેરવાથી મહિલાના તળિયાથી નાભિ સુધીની તમામ નાડીઓ યોગ્ય રીતે કામ કરે છે. શરીરના નીચેના ભાગમાં રક્ત પરિભ્રમણ બરાબર રહે છે જે માછલીની જેમ અંગૂઠાની વીંટી જે આગળની તરફ પોઇન્ટેડ હોય છે અને પાછળની તરફ ગોળાકાર હોય છે. આ રીતે માછલી પહેરવાથી મહિલાઓને ઘણા ફાયદા થાય છે.