Lord Shiva Favorite zodiac Sign : શ્રાવણમાં કામનાની પૂર્તિ માટે મેષ સહિત આ રાશિએ કરવા આ ખાસ ઉપાય
જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે, 5 રાશિઓ ભગવાનને સૌથી વધુ પ્રિય છે અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવ આ રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. જાણીએ કઇ છે આ ભાગ્યશાળી રાશિ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રાવણ માસનો પ્રારંભ 5 ઓગસ્ટથી થશે. આ વખતે 5 સોમવાર આવશે. માન્યતાઓ અનુસાર, મેષ અને મકર સહિત 5 રાશિ પર ભગવાન શિવની વિશેષ અનુકંપા રહે છે.
મંગળ દ્વારા શાસિત મેષ રાશિને ભગવાન શિવની 5 પ્રિય રાશિઓમાંની એક ગણવામાં આવે છે. ભોલેબાબાની કૃપાથી આ શ્રાવણમાં તેમના તમામ કાર્ય સિદ્ધ થશે. તેમના આશીર્વાદથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે.ચંદન મિક્સ કરીને મહાદેવને કરો અભિષેક વિશેષ લાભ થશે
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જેને ભગવાન શિવ તેમના માથા પર ધારણ કરે છે. તેથી, કર્ક રાશિ પણ ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક માનવામાં આવે છે. ભોલે બાબા હંમેશા કર્ક રાશિના લોકોની રક્ષા કરે છે અને તેમને હંમેશા મુશ્કેલીથી બચાવે છે. આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ સહનશીલ હોય છે, તેથી તેમના ધીરજવાન સ્વભાવને કારણે ભગવાન શિવને તેઓ ખૂબ જ પસંદ આવે છે. ચાંદીના વાસણમાં મહાદેવના અભિષેક કરવાથી મનોરથ પૂર્ણ થશે.
તુલાનો સ્વામી શુક્ર છે. ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક માનવામાં આવે છે. આ રાશિના લોકો ખૂબ જ આધ્યાત્મિક સ્વભાવના માનવામાં આવે છે અને આ જ કારણ છે કે ભગવાન શિવ હંમેશા તેમની સાથે રહે છે. વિશેષ કૃપા માટે જળમાં મીસરી મિક્સ કરીને મહાદેવને અર્પણ કરો. કામનાની થશે પૂર્તિ
મકર રાશિના સ્વામી શનિ મહારાજ છે. શનિ ભગવાન શિવને પોતાની મૂર્તિ માને છે અને કહે છે કે તેમને ભગવાન શિવની કૃપાથી જ ન્યાયાધિશનું પદ મળ્યું છે, તેથી મકર રાશિ પણ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે, જેના કારણે ભગવાન શિવ દરેક મુશ્કેલ સમયમાં તેમની રક્ષા કરે છે. ઉપાય તરીકે, જળમાં કાળા તલ નાંખીને મહાદેવને અભિષેક કરવાથી મકર રાશિની ઇચ્છા પૂર્ણ થાય છે
કુંભ રાશિના લોકો પણ ભગવાન શિવને સૌથી વધુ પ્રિય હોય છે. કુંભ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ સાચા હોય છે અને હંમેશા બીજાનું ભલું કરવામાં વ્યસ્ત રહે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ કુંભ રાશિના લોકોને અકાળ મૃત્યુથી બચાવે છે અને તેમને હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રાખે છે. ભગવાન શિવના આશીર્વાદથી તે જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. ઉપાય તરીકે, શવલિંગમાં દરરોજ શેરડીનો રસ ચઢાવવાથી કામનાની પૂર્તિ થાય છે.