Weekly Horoscope: 1થી 7 જાન્યુઆરી સુધીનો સમય મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા માટે રહેશે ખાસ, જાણો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope: નવા વર્ષનું પહેલું અઠવાડિયું એટલે કે 1થી 7 જાન્યુઆરીનો સમય આ 6 રાશિ માટે ખાસ રહેશે જાણીએ આ પહેલી 6 રાશિનું સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7
Weekly Horoscope: નવા વર્ષનું પહેલું અઠવાડિયું એટલે કે 1થી 7 જાન્યુઆરીનો સમય આ 6 રાશિ માટે ખાસ રહેશે જાણીએ આ પહેલી 6 રાશિનું સાપ્તાહિક રાશિફળ
2/7
મેષ-વર્ષ 2024નો પહેલો દિવસ અને પહેલું અઠવાડિયું તમારા માટે ખાસ રહેવાનું છે, ગુરુ તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે, અને માત્ર લાભ જ આપવા જઈ રહ્યો છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. તમને પ્રમોશન અને ટ્રાન્સફર વિશે માહિતી મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ લેશો અને પરિવારને સમય આપવામાં સફળ રહેશો.
3/7
વૃષભ- જાન્યુઆરી 2024નું પહેલું સપ્તાહ તમારા માટે કેટલાક પડકારો લઈને આવી શકે છે. પરંતુ તમે આ સારી રીતે દૂર કરશો. યુવાનોએ ખોટા લોકોની સંગત છોડવી પડશે. નહિંતર તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તમારે ઉધાર લેવાનું ટાળવું પડશે. ન્યુ યરનો ભરપૂર આનંદ પરિવાર સાથે માણી શકશો.
4/7
મિથુન - નવા વર્ષ 2024નું પહેલું અઠવાડિયું તમારા માટે પ્રગતિની નવી તકો લઈને આવી રહ્યું છે, નવા વર્ષની સાથે આ તકોનું સ્વાગત કરો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સુગર લેબલ ચેક કરતા રહો. પડોશીઓ સાથે વિવાદ ન થવા દો. કરિયર અને શિક્ષણના ક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે
5/7
કર્ક- પૈસાના મામલામાં સાવધાની રાખવી પડશે. લવ લાઈફમાં આવનારી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. શિયાળામાં ફરવા માટેનો પ્રોગ્રામ બનાવી શકો છો. પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે, વેપારમાં પ્રગતિ કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. ઓફિસમાં તમારા સહકર્મીઓ સાથે નમ્રતાથી વર્તો.
6/7
સિંહ - નોકરીમાં પ્રમોશન કે નવી નોકરી મળવાની સંભાવના જણાય છે. તમારે એવા લોકોને ઓળખવા પડશે જે તમારી ખોટી પ્રશંસા કરે છે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો સાથે તમારી અર્થપૂર્ણ મુલાકાત થઈ શકે છે. બચત પર ધ્યાન આપવું પડશે. ખર્ચ વધી શકે છે.
7/7
કન્યા- કેતુ તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે. વર્ષ 2024 નું પહેલું અઠવાડિયું તમારા માટે સારું રહેવાનું છે, ખાસ કરીને નોકરી કરતા લોકો માટે તે ખાસ રહેશે, જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને સારી ઓફર મળી શકે છે. તમારા જીવનસાથી સાથે તણાવ અને વિવાદો ન થવા દો, ખર્ચ ઓછો કરો, ધંધામાં નફો થશે અને બજારમાં તમારી છબી મજબૂત થશે.
Published at : 30 Dec 2023 10:04 AM (IST)