Shanivar upay: શારિરીક અને માનસિક પીડાથી મુક્તિ માટે શનિવાર કરો આ સચોટ અચૂક ઉપાય, શનિદેવના મળશે આશિષ
શનિવારે ઉપવાસ કરનારાઓ પર શનિની અશુભ અસર ઓછી થાય છે. સાડાસાતી અને પનોતી દરમિયાન આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવના મંદિરે જાવ અથવા તો ઘરે જ પૂજા કરો, તો જ શનિનું વ્રત ફળદાયી રહે છે.
શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવની પૂજા કરો, તો જ પૂજા-વ્રત ફળદાયી છે.
શમીના છોડમાં શનિદેવનો વાસ છે. શનિવારે આ વૃક્ષની પૂજા કરવી અને તેને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મી આવે છે.
શનિવારના દિવસે માંસ, આલ્કોહોલ અથવા મસૂરનું સેવન ન કરો, કારણ કે તેનાથી તમારું જીવન પરેશાનીઓથી ભરેલું રહે છે. જે લોકો સફાઈ કામદારો, વડીલો, ભગવાન, પશુ-પક્ષીઓનું અપમાન કરે છે અને હેરાન કરે છે તેમનાથી શનિ ક્રોધિત છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આ કામ ન કરો.
શનિવારના દિવસે કોઇ ગરીબ, બીમાર અસહાયની મદદ કરવાથી શનિદેવની કૃપા દષ્ટીના પાત્ર બનો છો અને આપના કષ્ટો પણ દૂર થશે
શનિવારના દિવસે શનિદેવ અને હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આંકડાના ફુલની માળા અર્પણ કરો, તેલ ચઢાવો. આ ઉપાયથી કષ્ટોથી મુક્તિ મળે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.