Chandra Grahan: આજે ચંદ્રગ્રહણ, ગર્ભવતી સ્ત્રીઓએ આજના દિવસ માટે આ પાંચ વસ્તુઓ ના કરવી જોઇએ, નહીં તો........
Holi 2024: આ વર્ષે હોળી 25 માર્ચ 2024 ના રોજ રમાશે, આ દિવસે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે. ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સાવધાન રહેવું જોઈએ, જાણો હોળી પર ગર્ભવતી મહિલાઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોળી અને ચંદ્રગ્રહણ એક જ દિવસે છે, તેથી જો તમે ગર્ભવતી હો અને હોળી રમવાનું વિચારી રહ્યાં હોવ, તો ખાસ ધ્યાન રાખો, જોકે આ ઉપછાયા (પેનમ્બ્રલ) ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ સગર્ભા સ્ત્રીઓએ સાવચેતી તરીકે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.
હોળીના દિવસે ગર્ભવતી મહિલાઓએ તીક્ષ્ણ -ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને સોય, છરી અને કાતરનો ઉપયોગ કરવાની મનાઈ છે. તેનાથી બાળક પર ખરાબ અસર પડે છે.
હોળીના દિવસે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના પ્રકાશથી પોતાને બચાવવું જોઈએ. ઘરમાં હોળી રમો અને બહાર ના જાવ. ગર્ભવતી મહિલાઓ માટે ચંદ્રગ્રહણ શુભ માનવામાં આવતું નથી કારણ કે આ દરમિયાન કેટલીક નકારાત્મક શક્તિઓ બહાર આવે છે, જે ગર્ભ પર અસર કરે છે.
ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવું ના જોઈએ. એક ધાર્મિક માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન સૂવાથી બાળક માનસિક રીતે વિકલાંગ જન્મે છે. આવી સ્થિતિમાં હોળીના દિવસે પથારી પર આરામ કરતી વખતે ભગવાનના નામ અને મંત્રોનો જાપ કરો તેનાથી થાક નહી લાગે.
જો કે ચંદ્રગ્રહણ દરમિયાન કંઈપણ ખાવાની મનાઈ છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન ભૂખ્યા રહેવાથી બાળકને અસર થઈ શકે છે, આવી સ્થિતિમાં તમારે હોળીના દિવસે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. વધુ પડતી તળેલી કે બહારની મીઠાઈઓ ના ખાવી. ઘરે બનાવેલી મીઠાઈઓ વગેરે ખાઓ.