Surya Gochar 2024: તુલા રાશિમાં સુર્યનું ગોચર,કર્ક કન્યા સહિત આ રાશિ માટે નથી શુભ, આ 4 રાશિએ રહેવું સાવધાન
Surya Gochar 2024: સૂર્ય તેની સૌથી નીચલી રાશિ તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિમાં સૂર્યની સ્થિતિ શુભ નથી હોતી. આવી સ્થિતિમાં તુલા સહિત અન્ય રાશિના જાતકોને આર્થિક અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રહોના રાજા તરીકે ઓળખાતા સૂર્ય ભગવાન શુક્રની માલિકીની રાશિ તુલા રાશિમાં ગોચર કરી રહ્યા છે. હવે સૂર્ય આગામી 30 દિવસ સુધી આ રાશિમાં રહેશે અને તે પછી તે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિને સૂર્યની સૌથી નીચલી રાશિ માનવામાં આવે છે. તેથી જ્યોતિષમાં આ ગોચરને બહુ શુભ માનવામાં આવતું નથી.
સૂર્યે કન્યા રાશિમાં તેની યાત્રા પૂરી કરી છે અને આજે તેની સૌથી નીચલી રાશિ તુલા રાશિમાં એટલે કે ગુરુવાર, 17 ઓક્ટોબર, 2024 સવારે 07:27 કલાકે પ્રવેશ કર્યો છે. જેના કારણે ઘણી રાશિઓને સ્વાસ્થ્ય અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કઇ રાશિ પર સૂર્ય આખો મહિનો રહેશે ભારે-
કર્કઃ કર્ક રાશિવાળા લોકોએ આવનારા 30 દિવસોમાં હિંમતભર્યા પગલાં ભરવા પડશે. આ સમયે થોડી બેદરકારી પણ તમને મોંઘી પડી શકે છે અને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને આ સમયમાં તમારા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. બિનજરૂરી ખર્ચા તરત જ બંધ કરી દો, નહીંતર આર્થિક સમસ્યા આવી શકે છે.
કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું ગોટર બહુ ફળદાયી રહેશે નહીં. આ સમયે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. કારણ કે કામમાં ફેરફારથી શારીરિક થાક લાગી શકે છે. કામ અને પ્રેમ સંબંધો પર ધ્યાન આપો.
વૃશ્ચિક: સૂર્ય તમારી રાશિથી દસમા ભાવમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં આ સમય તમારા માટે થોડો કષ્ટદાયક સાબિત થશે. નોકરીમાં તણાવ વધશે, વાણી પર નિયંત્રણ રાખો નહીંતર વિવાદ થઈ શકે છે. રોકાણ કરવા માટે પણ આ સારો સમય નથી.
મીન: સૂર્ય તમારી રાશિથી આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જે સારું નથી. આર્થિક સ્થિતિ નબળી રહેશે. આ સમયે રોકાણ કરતા પહેલા અથવા કોઈ નવું કામ કરતા પહેલા સમજી વિચારીને કરો.