Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Vastu Shastra: દરેક કષ્ટોથી રક્ષણ કરે છે કૃષ્ણની આ પ્રિય માળા, ધારણ કરવાની આ છે યોગ્ય રીત
Tulsi Mala : શાસ્ત્રોમાં તુલસીનું મહત્વ જેટલુ છે તેટલું તુલસીના કાષ્ટમાંથઈ બનેલી માળાનું છે. તુલસી માળા ધારણ કરનારને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. જાણો તેને પહેરવાના ફાયદા અને નિયમો વિશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતુલસીની માળા પહેરવાથી બુધ અને શુક્ર બળવાન રહે છે. માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ગળામાં પહેરવાથી મન પણ સંયમિત રહે છે.
તુલસીની માળા ધારણ કરતાં પહેલા તેને ગંગાજળ અને દૂધથી પવિત્ર કરો બાદ વિષ્ણુજીના ચરણાં અર્પિત કરો અને વિષ્ણુ મંત્રના જાપ કરો બાદ જ આ માળાને ધારણ કરો.
જે રીતે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તુલસીની માળા મુશ્કેલીમાં સાધકનું રક્ષણ કરે છે.
તુલસીની માળા પહેરનાર વ્યક્તિમાં સાત્વિક ભાવનાઓ જાગે છે. તેનાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ ભૌતિક અને આર્થિક લાભ પણ મળે છે. તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ ડગમગતો નથી.
તુલસીની માળા ત્યારે જ સાધકને ફળ આપે છે જ્યારે તેને ધારણ કરનાર વ્યક્તિ નિયમોનું ધ્યાન રાખે. તેને પહેર્યા પછી શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. ટોયલેટ જતા પહેલા તેને ઉતારી લો અને તેને મંદિરમાં રાખો.
તેને ક્યારેય ગંદા હાથથી સ્પર્શશો નહીં. તુલસીની માળા પહેરીને પ્રેમ સંબંધ ન બાંધવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે લોકો તુસલી માલા પહેરે છે તેમણે તામસી ભોજન ન ખાવું જોઈએ.
કહેવાય છે કે, તુલસીની માળા સાથે રૂદ્રાક્ષની માળા ન પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ બંનેની અસર ઘટાડે છે.