વાસ્તુ શાસ્ત્ર: ઘરમાં સોનું કેમ ટકતું નથી? જાણો આ 4 મુખ્ય કારણો અને બચવાના ઉપાયો
વાસ્તુ મુજબ દિશાઓની ભૂલ અને ઘરમાં રહેતી ગંદકીના કારણે પણ સોનું વારંવાર ખોવાઈ કે વેચાઈ જાય છે, જાણો કયા કારણોથી લક્ષ્મીજી દૂર થાય છે.

હિન્દુ ધર્મમાં સોનાને માત્ર એક કિંમતી ધાતુ જ નહીં, પરંતુ ધન-સંપત્તિ અને સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણીમાંથી થોડી બચત કરીને ઘરમાં સોનું લાવે છે જેથી પરિવારમાં સમૃદ્ધિ રહે અને મુશ્કેલ સમયમાં ટેકો મળે.
1/6
જોકે, ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમના ઘરમાં સોનું ટકતું જ નથી. દાગીના વારંવાર તૂટી જાય છે, ખોવાઈ જાય છે અથવા તો કોઈને કોઈ એવા સંજોગો ઊભા થાય છે કે સોનું વેચવાની કે ગીરો મૂકવાની નોબત આવે છે. વાસ્તુ શાસ્ત્ર અને શાસ્ત્રોના નિષ્ણાતો મુજબ, આ કોઈ સામાન્ય વાત નથી પણ તેની પાછળ કેટલાક ચોક્કસ કારણો જવાબદાર હોઈ શકે છે.
2/6
ગંદકી અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ - વાસ્તુ શાસ્ત્રમાં સ્વચ્છતાનું સૌથી વધુ મહત્વ છે. જે ઘરોમાં હંમેશા ગંદકી રહેતી હોય, કચરો આમ-તેમ પડ્યો હોય કે જૂના તૂટેલા વાસણો ભરી રાખ્યા હોય, ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં સફાઈ નથી હોતી ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય સ્થિર રહેતા નથી. પરિણામે, આવા ઘરોમાં પૈસા કે સોના જેવી કાયમી સંપત્તિ પણ લાંબો સમય ટકી શકતી નથી.
3/6
ખોટી દિશામાં સોનું રાખવાની ભૂલ - વાસ્તુમાં દિશાઓનું ખાસ મહત્વ છે અને જો તમે ખોટી દિશામાં કિંમતી ચીજો રાખો છો તો તેનું નુકસાન વેઠવું પડે છે. વાસ્તુ મુજબ, સોનું કે ચાંદીના દાગીના ક્યારેય દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો) દિશામાં ન રાખવા જોઈએ. આ દિશાઓમાં ધન રાખવાથી તે ક્યારેય સ્થિર રહેતું નથી અને કોઈને કોઈ માર્ગે ખર્ચાઈ જાય છે.
4/6
દેવું કરીને ખરીદેલું સોનું - શાસ્ત્રોમાં એવું પણ જણાવાયું છે કે ઉધાર લીધેલા પૈસા, દેવું કરીને કે વ્યાજ ભરીને ખરીદેલું સોનું શુભ ફળ આપતું નથી. જો તમારી પાસે પોતાની કમાણીનું સોનું ન હોય અને બીજાના પૈસાથી તે ખરીદ્યું હોય, તો તે ઘરમાં ટકતું નથી. ઉલટાનું આવું સોનું વાપરવાથી જીવનમાં પ્રતિકૂળ પરિણામો અને મુસીબતો આવી શકે છે.
5/6
જ્યોતિષીય ગ્રહોની નબળાઈ - માત્ર વાસ્તુ જ નહીં, પણ તમારી કુંડળીના ગ્રહો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, જો તમારી કુંડળીમાં શુક્ર અને ગુરુ ગ્રહ નબળા હોય તો સોનું તમારી પાસે જળવાઈ રહેશે નહીં. આવી સ્થિતિમાં વ્યક્તિ ભલે ગમે તેટલું સોનું ખરીદે, પણ કોઈને કોઈ કારણસર તે તેની પાસેથી દૂર થઈ જ જાય છે. તેથી ઘરમાં સોનું ટકાવી રાખવા માટે વાસ્તુની સાથે ગ્રહોની સ્થિતિ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
6/6
image 6
Published at : 05 May 2026 06:54 PM (IST)