Vastu Tips:ઘરની આ દિશામાં લગાવો આ વિદ્યાનો છોડ, થોડા દિવસમાં જ બદલી જશે ભાગ્ય
વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ વૃ એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે, જેને ઘરમાં લગાવવાથી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આજે અમે તમને એવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો વાસ થશે. આ છોડનું નામ મોરપંખ છે તેને વિદ્યાનો છોડ પણ કહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તુ અનુસાર જ્યારે પણ તમે આપ વિદ્યાનો છોડ વાવો છો ત્યારે એક છોડ ન વાવો હંમેશા તેને જોડીમાં લગાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વધુ મધુર બને રહે છે. બંને લોકો વચ્ચે હંમેશા પ્રેમ રહે છે. તેમજ ઘરની અંદર ક્યારેય નકારાત્મક ઉર્જા નથી રહેતી.
આ છોડ જો સુકાઇ જાય તો તો સુકાઇ ગયેલો છોડ રાખવો અશુભ છે. તેને દૂર કરો અને તરત જ બીજો છોડ વાવી દો. કોશિશ કરો કે તે લીલોછમ રહે તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ વિદ્યાના છોડને ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવો, તેને હંમેશા પૂર્વ દિશામાં લગાવો, જેનાથી તેની શુભતા બની રહેશે અને ઘરમાં પણ સુખ શાંતિ અને સકારાત્મક વાતાવરણ બની રહેશે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વિદ્યાનો આ છોડ લગાવવાથી બરકત આવે છે. આવકના નવા રસ્તા ખૂલે છે. આ છોડના કારણે ઘરમાં સુખ સમૃદ્દિનું આગમન થાય છે.