Vastu Tips: લવલાઇફ અને દાંપત્યજીવનને ખુશીથી ભરી દે છે, આ 7 સરળ વાસ્તુ ટિપ્સ
Vastu Tips For Happy Married Life: વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમના વાસ્તુ દોષોને કારણે વૈવાહિક જીવનમાં ખટાશ આવે છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ વડે વિવાહિત જીવનને સુખી બનાવી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપતિ-પત્નીના બેડરૂમમાં ઉપયોગમાં લેવાતા બેડ પર ખાસ ધ્યાન રાખો. આ પલંગ લોખંડ કે કોઈપણ ધાતુનો ન હોવો જોઈએ. પતિ-પત્નીએ હંમેશા સૂવા માટે લાકડાના પલંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં તાજા ફુલનો ગુલદસ્તો રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. દાંપત્ય જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
બેડરૂમમાં બેડની સામે ક્યારેય પણ મિરર ન રાખવો જોઇએ. આવું કરવાથી પતિ-પત્નીના સંબંધમાં કડવાશ આવે છે.
દંપતીના બેડ રૂમની દિવાલને હંમેશા લાઇટ કલરથી પેઇન્ટ કરો. તેમજ રૂમમાં કુદરતી રીતે પુરતો પ્રકાશ આવતો હોવો જોઇએ. જેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
પરિણીત યુગલ જ્યાં સૂવે છે તે રૂમને મીઠાના પાણીના પોતા કરવા જોઇએ. નમકને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. બેડ્રુનમાં ક્યારેય જાળા ન થવા દો. આવા જાળા જીવનમાં નકારાત્મકતા લાવે છે.
બેડરૂમમાં ડબલ બેડ પર બે ગાદલા ન હોવા જોઇએ. એક જ ગાદલું હોવું જોઇએ. બે ગાદલા પતિ-પત્ની વચ્ચેના અંતરને વઘારે છે.
વાસ્તુશાસ્ત્રઃ પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સૂવું જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવનો અંત આવે છે અને સંતુલન આવે છે.