Diwali 2024: દિવાળીના પર્વમાં રંગોળી બનાવવાની પરંપરા ક્યારથી શરૂ થઇ, જાણો શું છે માન્યતા
હિંદુ ધર્મમાં અનેક શુભ કે વિશેષ પ્રસંગોએ રંગોળી બનાવવાની પરંપરા છે. ખાસ કરીને દિવાળીના દિવસે ઘરે, ઓફિસ વગેરે જગ્યાએ રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળીના રંગો સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. દિવાળી પર રંગોળી બનાવવા પાછળ કેટલીક માન્યતાઓ છે. ચાલો તેના વિશે જાણીએ-
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા નગરી પહોંચ્યા હતા. ત્યારબાદ અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે રંગોળી બનાવી અને દીવા પ્રગટાવ્યા હતા. તેથી જ દિવાળી પર દીવા પ્રગટાવવાની અને રંગોળી બનાવવાની પરંપરા છે.
એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા બની રહે છે.
એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા બની રહે છે.
દિવાળીના દિવસે રંગોળી બનાવવા માટે કાળા રંગનો ઉપયોગ કરવાનું ટાળો અને વાસ્તુ અનુસાર ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં જ રંગોળી બનાવો.