Jagannath Rath Yatra 2024: જગન્નાથજી હવે એકાંતવાસમાં, જાણો રથયાત્રા ક્યારે કરશે પ્રસ્થાન?
જગન્નાથ રથયાત્રામાં, ભગવાન જગન્નાથ, , તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે, રથ પર સવાર થઈને શહેરની યાત્રા કરવા નીકળે છે. લોકોનો હાલ જાણે છે અને ગુંડીચા મંદિરમાં તેની માસીના ઘરે જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજગન્નાથ રથયાત્રા 7મી જુલાઈ 2024ના રોજ શરૂ થશે અને 16મી જુલાઈ 2024ના રોજ સમાપ્ત થશે. રથયાત્રા અષાઢ શુક્લ દ્વિતિયા તિથિથી શરૂ થાય છે અને દશમી તિથિ સુધી ચાલે છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા જગન્નાથ પુરીથી અષાઢ શુક્લ દ્વિતિયાના રોજ શરૂ થાય છે અને દશમી તિથિના રોજ સમાપ્ત થાય છે. યાત્રા પહેલા ઘણી પરંપરાઓ કરવામાં આવે છે. તેની શરૂઆત સહસ્ત્રસ્નાનથી થાય છે.
ભગવાન જે રથ પર ફરે છે, તે પવિત્ર અને લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. આ રથના નિર્માણમાં ખીલી કે કાંટા કે અન્ય કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.
રથને બનાવવામાં બે મહિનાનો સમય લાગે છે. રથ બનાવનારા કારીગરો એક જ સમયે ભોજન લે છે. સોનાની કુહાડી વડે લાકડા કાપવાનું કામ મહારાણા દ્વારા કરવામાં આવે છે.