Rahu-Ketu Transit:2025ના વર્ષમાં રાહુ કેતુનું ગોચર આ રાશિના જાતક માટે નિવડશે શુભ, કરી દેશે માલામાલ
Rahu-Ketu Transit 2025: નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. વર્ષ 2025માં કેટલાક મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. માયાવી ગ્રહો રાહુ-કેતુ પણ વર્ષ 2025માં પોતાની રાશિ બદલી નાખશે. હાલમાં રાહુ મીન રાશિમાં બેઠો છે જ્યારે કેતુ કન્યા રાશિમાં બેઠો છે. રાહુ અને કેતુનું ગો ચર આ 5 રાશિઓ માટે ખુલી શકે છે લોટરી, જાણો કઈ કઈ રાશિઓ છે ભાગ્યશાળી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુ-કેતુનું ગોચર 18 મે 2025, રવિવારે સાંજે 4.30 કલાકે થશે.રાહુ અને કેતુ લગભગ 18 મહિના સુધી કોઈપણ રાશિમાં રહે છે. આ પછી રાશિ બદલે છે. રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં ગોચર કરશે. કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે. રાહુ અને કેતુ સાથે મળીને વર્ષ 2025માં આ રાશિના લોકોનું કિસ્મત ચમકાવી શકે છે. ચાલો જાણીએ એ કઈ રાશિ છે જે રાહુ અને કેતુના પરિવર્તનથી ફાયદો થશે.
મિથુન- રાશિના જાતકો માટે વર્ષ 2025 શુભ રહેવાનું છે. મિથુન રાશિના જાતકોને રાહુ અને કેતુના ગોચરથી લાભ થશે. સફળતા તમારા પગ ચૂમશે. તમારા અટકેલા કામ આ વર્ષે પૂર્ણ થશે. નોકરી અને કરિયરમાં પ્રગતિની તકો મળશે. જો તમે આ કામ કરો છો તો પૂર્ણ નિષ્ઠાથી કરો.
મકર- રાશિના લોકો માટે વર્ષ 2025 લાભદાયક રહેશે. રાહુ અને કેતુના રાશિ પરિવર્તન પછી તમને તમારી મહેનતનું ફળ મળશે. યાત્રાથી લાભ થઈ શકે છે. કામકાજમાં વધારો થશે. તમારી મહેનત ફળ આપશે. પરિવાર સાથે વિવાદનો અંત આવશે. મિલકતમાંથી લાભ થશે.
મીન- રાશિના લોકો માટે વર્ષ 2025 સારું રહેશે. રાહુ અને કેતુના રાશિ પરિવર્તનને કારણે મીન રાશિના લોકોને લાભની તક મળશે. જો તમે નોકરી કરો છો તો તમારી આવક વધી શકે છે અને તમને આવકના અન્ય સ્ત્રોત પણ મળી શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે.