Affordable Bikes with Best Mileage: ‘કિંમત ઓછી માઇલેજ વધુ, આ છે આ બાઇક્સનો વાયદો’, જોઇ લો તસવીરો....
Mileage Bike: જો તમે પોતાના માટે એક બેસ્ટ અને બેસ્ટ માઇલેજ વાળી બાઇક ખરીદવા માંગો છો, તો તમે આ ઓપ્શન પર વિચાર કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલા નંબર પર હીરોની હીરો એચએફ 100 બાઇક છે. કંપની પોતાની આ બાઇક માટે 83 કિમી/લીટર માઇલેજનો વાયદો કરે છે. આ બાઇકને 56,968 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઘરે લઇ જઇ શકો છો.
આ લિસ્ટમાં બીજા નંબર પર પણ હીરોની હીરો એચએફ ડીલક્સ બાઇક છે. જેને બે વેરિએન્ટમાં ખરીદી શકાય છે. આની શરૂઆતી કિંમત 59,990 રૂપિયા છે. કંપની પોતાની આ બાઇકનો 83 કિમી/લીટર માઇલેજનો દાવો કરે છે.
આ લિસ્ટમાં આગળનુ નામ ટીવીએસ સ્ટાર સિટી પ્લસ બાઇકનું છે. જેની શરૂઆત કિંમત 76,820 રૂપિયા છે. કંપની આ બાઇક માટે 80.9 કિમી/લીટરનો દાવો કરે છે.
ચોથા નંબર પર દેશમાં સૌથી વધુ વેચાનારી હીરોની હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક છે, આની શરૂઆતી કિંમત 72,076 રૂપિયા છે. કંપની આ બાઇકને 80.6 કિમી/લીટરની માઇલેજનો દાવો કરે છે.
આ લિસ્ટમાં આગળનુ નામ સૌથી ખાસ છે, આમાં સસ્તુ બાઇક ટીવીએસ રેડિયનનું છે, જેની શરૂઆત કિંમત 60,925 રૂપિયા છે. કંપની પોતાની આ બાઇક માટે 73.68 કિમી/લીટરનો દાવો કરે છે.