Budget Adventure Bikes: નાના બજેટમાં જ આવી જશે આ પાંચ એડવેન્ચર બાઇક્સ, ખરીદતા પહેલા જોઇ લો લિસ્ટ.....
Budget Adventure Bikes: ભારતીય માર્કેટમાં કેટલાય બાઇક્સ એવા છે જે એડવેન્ચર અને સાહસના શોખીનો માટે જ છે. આનું વેચાણ પણ ધૂમ થઇ રહ્યું છે, જો તમે પણ બાઇક રાઇડિંગના શોખીન છો અને તમે તમારા માટે બજેટ એડવેન્ચર બાઇક ખરીદવાનું પ્લાનિંગ બનાવ્યુ છે, તો અહીં બતાવેલા ઓપ્શન તમારે કામ આવી શકે છે. જાણો બજેટ એડવેન્ચર બાઇક્સ વિશે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ Hero XPulse 200 4V છે, જેને તમે એક્સ-શોરૂમ 1.41 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો. તેમાં 200cc ફૉર વાલ્વ ઓઈલ કૂલ્ડ BS6 એન્જિન છે, જે 19hpનો પાવર અને 17.35 Nmનો ટૉર્ક જનરેટ કરે છે.
બીજી બાઇક એવેન્જર 220 ક્રૂઝ બાઇક છે. જેની શરૂઆતી કિંમત 1.43 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ છે. આ ક્રૂઝ બાઇકને પાવર આપવા માટે ઓઇલ કૂલ્ડ DTS-i FI એન્જિન છે, જે 187hpનો પાવર અને 1755Nmનો મહત્તમ ટૉર્ક જનરેટ કરે છે.
ત્રીજી બાઇક હોન્ડા CB200X બાઇક છે, જે ઑફ-રોડ માટે પસંદ કરી શકાય છે. તમે તેને 1.49 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતે ઘરે લાવી શકો છો.
ચોથી બાઇક KTM 200 Duke છે, જેને એક્સ-શૉરૂમ 1.93 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ બાઇકમાં 200cc એર-કૂલ્ડ એન્જિન છે, જે 10000rpm પર 25PS પાવર ડિલિવર કરવામાં સક્ષમ છે.
પાંચમી બાઇક Suzuki V Strom SX છે. આ સૉફ્ટ રોડર બાઇકની એક્સ-શોરૂમ કિંમત 2.12 લાખ રૂપિયા છે. આ બાઇકમાં 249cc સિંગલ સિલિન્ડર ઓઇલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 261 bhp અને 22.2 nm ટોર્ક જનરેટ કરે છે.