ભારતમાં લૉન્ચ થયુ ઓડીનુ પ્રીમિયમ વેરિએન્ટ Audi A4, જાણો શું છે કારની કિંમત ને ફિચર્સ
Audi A4 Premium Variant Photos: ઓડીએ સોમવારે Audi A4 પ્રીમિયમ સેડાનના શરૂઆતી વેરિએન્ટને ભારતમાં લૉન્ચ કરી દીધુ છે. આની કિંમત 39.99 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) રાખવામાં આવી છે. આ પહેલા કંપની ભારતમાં ઓડી Audi A4 પ્રીમિયમ પ્લસ અને Audi A4 ટેકનોલૉજીની કારો માર્કેટમા ઉતારી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓડી ઇન્ડિયાના પ્રમુખ બલવીર સિંહ ઢિલ્લોએ કહ્યું કે ગત જાન્યુઆરીમાં એ4 કાર ઉતારવાની સાથે જ ભારતીય માર્કેટમાં ખુબ સારી પ્રતિક્રિયાઓ મળી છે. તેમને આશા દર્શાવી છે કે આ એન્ટ્રી લેવલ કારને પણ ગ્રાહકો પસંદ કરશે.
ઓડી ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે બે લીટર એન્જીનની સાથે આવનારી Audi A4 પ્રીમિયમ કાર 140 કિલોવૉટની તાકાત અને 320 એનએમનો ટૉર્ક પેદા કરવામાં સક્ષમ છે.
Audi A4 પ્રીમિયમ વેરિએન્ટમાં સિગ્નેચર DRLsની સાથે LED હેડલાઇટ, LED રિયર કૉમ્બિનેશન લાઇટ, ઓડી સાઉન્ડ સિસ્ટમ, ઓડી સ્માર્ટફોન ઇન્ટરફેસ, વાયરલેસ ચાર્જિંગની સાથે ઓડી ફોન બૉક્સ લાઇટ પણ આપવામા આવી છે.
આમાં પાર્કિંગ એન્ડ પ્લસ અને રિયર વ્યૂ કેમેરા, ઓડી ડ્રાઇવ સિલેક્ટ, એમ્બિયન્ટ લાઇટિંગ, છ એરબેગ, આગળની સીટો પર ફોર-વે લમ્બર સપોર્ટ અને 10 ઇંચની મેન ઇન્ફોટેનમેન્ટ ટચ ડિસ્પ્લે પણ છે.
આમાં 6-એરબેગ, હીટેડ ORVMs, મસાજ ફન્ક્શનની સાથે ફ્રન્ટ સીટ લમ્બર સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.