E-Bike: માર્કેટમાં અવેલેબલ છે આ પાંચ શાનદાર E-Bike, પ્રદુષણથી મુક્તિ મેળવવા ખરીદો...
Auto E-Bike News: આજકાલ ભારતમાં પ્રદુષણનો ખતરો સતત વધી રહ્યો છે, દિલ્હીમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ સતત નીચો થઇ રહ્યો છે, પ્રદુષણ ઓછુ કરવા માટે પેટ્રૉલ-ડીઝલ વાળા વાહનોનો ઉપયોગ ઓછો કરવો જરૂરી બને છે. ભારતમાં પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનો સૌથી વધુ ઉપયોગ થવા લાગ્યો છે. પ્રદૂષણને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે અહીં બતાવેલી પાંચ બેસ્ટ ઇ-બાઇકની ખરીદી કરવાનો વિચાર કરી શકો છો. જુઓ અહીં....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTorque Motors Kratos ઇલેક્ટ્રિક બાઇકની પ્રારંભિક કિંમત 1.67 લાખ એક્સ-શૉરૂમ છે. ફુલ ચાર્જ પર તે 120 કિમી સુધીનું અંતર કાપી શકે છે.
કબીરા મૉબિલિટી KM ઇલેક્ટ્રિક બાઇક 120 સુધીની રેન્જ સાથે ઉપલબ્ધ છે. તેને ખરીદવા માટે તમારે 1.27 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ ચૂકવવા પડશે.
હૉપ ઇલેક્ટ્રિક ઓક્સો બાઇકની પ્રારંભિક કિંમત 1.61 લાખ એક્સ-શૉરૂમ છે. ફુલ ચાર્જ પર આ બાઇકની રાઇડિંગ રેન્જ 150 કિમી સુધીની છે.
તમે Oben ઇલેક્ટ્રિક રૉરર બાઇકને 1.03 લાખની એક્સ-શૉરૂમ કિંમતે ઘરે લાવી શકો છો અને સંપૂર્ણ ચાર્જ પર 200 કિમી સુધીનું અંતર કાપી શકો છો.
Revolt RV400 ઇલેક્ટ્રિક બાઇક 1.29 લાખ એક્સ-શૉરૂમની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બાઇકની રાઇડિંગ રેન્જ ફૂલ ચાર્જ પર 150 કિમી સુધીની છે.
જો તમે પાવરફુલ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા ઇચ્છો છો, તો અલ્ટ્રાવાયૉલેટ F7 શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે તેને 3.8 લાખ એક્સ-શૉરૂમની પ્રારંભિક કિંમતે ઘરે લાવી શકો છો. આ બાઇક ફુલ ચાર્જ થવા પર તમને 307 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે.