Auto Expo 2020ની ધમાકેદાર શરૂઆત, TATA મોટર્સે રજૂ કરી ચાર નવી એસયુવી
Tata Sierra: કંપનીએ Tata Sierraની ઝલક ગ્રેટર નોઇડામાં ચાલી રહેવા ઓટો એક્સપોમાં દર્શાવી હતી. પ્રથમ નજરમાં કારનો લુક શાનદાર છે. કંપનીનું કહેવું છે કે ઈલેક્ટ્રિક સેગમેંટ કારમાં આગામી દિવસોમાં ક્રાંતિ થશે. Tata Sierra એસયુવીમાં 3 દરવાજા હશે. કંપનીના કહેવા પ્રમાણે આ એસયુવીના ભવિષ્યને આધુનિક અને પ્રોગરેસિવ લુક આપે છે. આ પૂરી રીતે ઈલેક્ટ્રિક કાર હશે. જોકે તેના સ્પેશિફિકેશંસ અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. ટાટા સિએરા એક જમાનામાં જાણાતું નામ હતું. ત્રણ દરવાજા વાળી આ એસયુવીને ટાટા નવા વેરિયન્ટમાં ફરી માર્કેટમાં ઉતારી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTata HBX: ઓટો એકસપોના પ્રથમ દિવસે ટાટાએ તેની કોન્સેપ્ટ સ્મોલ કાર Tata HBX રજૂ કરી હતી.આ કાર મહિન્દ્રા KUV 100ને ટક્કર આપશે. માઇક્રો એસયુવીની ડિઝાઇન હેરિયરને મળતી આવે છે. કારનું ઈન્ટિરિયર અલ્ટ્રોઝને મળતું આવે છે.
New Tata Harrier: આ ઉપરાંત એક્સપોમાં New Tata Harrier 2020 લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ કારમાં સૌથી મોટો બદલાવ 6 સ્પીડ ઓટોમેટિક ગિયરનો કર્યો છે. કંપનીએ આ કારની કિંમત 13.69 લાખ રૂપિયા એક્સ-શો રૂમ દિલ્હી રાખી છે.
Tata Gravitas: ટાટા ગ્રેવિટાસ હેરિયરનું થ્રી રો વર્ઝન છે. સાત સીટ ઉપરાંત તેમાં ઓટોમેટિક ગિયર બોક્સ પણ આપવામાં આવ્યું છે. ટાટા ગ્રેવિટાસ BS6 2.0 ડીઝલ એન્જિનથી લેસ છે. આ કાર ટૂંક સમયમાં લોન્ચ થશે.
નવી દિલ્હીઃ ઓટો એક્સપો 2020ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. દેશ દુનિયાની તમામ ઓટો મોબાઇલ કંપનીઓ આ વિશ્વસ્તરીય ઓટો શોમાં સામેલ થઈ છે. આ આટો શો જનતા માટે 7 થી 12 ફેબ્રુઆરી ખુલ્લો રહેશે. પ્રથમ દિવસે ટાટા મોટર્સે 4 એસયુવી રજૂ કરીને ધમાકેદાર શરૂઆત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -