Auto Expo 2020: મારૂતિ સુઝુકીએ Futuro-e concept પરથી ઉઠાવ્યો પડદો, આ છે ભવિષ્યની કાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારને શાર્પ ડિઝાઇનવાળા ગ્લાસ હાઉસ અને મોટા સી-પિલર તેને લૂકને સારા બનાવે છે. તેની ટેલલાઇટ્સ ખૂબ યુનિક ડિઝાઇનમાં છે. નવી Futuro-e conceptનું ઇન્ટિરિયર ખૂબ સ્ટાઇલીશ છે. તેનું ડેશબોર્ડ ખૂબ પસંદ કરવામાં આવશે. ડેશબોર્ડ પર મોટી સ્ક્રીન જોવા મળશે. એટલું જ નહી સ્ટીયરીંગ આગળ ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં ડ્રાઇવર અને ઇન્ટીરિયર માટે કંન્ટ્રોલ્સ આપવામાં આવ્યા છે જેમાં કંપનીએ એમ્બિએન્ટ લાઇટિંગ પણ સામેલ છે. પરંતુ આ મોડલ ફક્ત ફોર સીટર ઓપ્શન સાથે છે.
માનવામાં આવી રહ્યુ છે કંપની આ મોડલને પેટ્રોલ એન્જિનમાં પણ ઉતારી શકે છે. નવી Futuro-e concept નું પ્રોડક્શન ક્યારે શરૂ થશે આ વખતે કંપનીએ હજુ સુધી કોઇ જાણકારી આપી નથી.
નવી દિલ્હીઃ Auto Expo 2020ની શરૂઆત થઇ ચૂકી છે. હંમેશાની જેમ સૌથી પહેલા Maruti Suzukiએ પોતાની નવી Futuro-e concept પરથી પડદો ઉઠાવ્યો હતો. આ કોન્સેપ્ટ કાર છે. આ ખૂબ સ્ટાઇલિશ છે અને કંપનીની ભવિષ્યમાં આવનારી એક મિડ સાઇઝ એસયૂવી પણ છે. Futuro-e conceptને કંપનીની જ ડિઝાઇન ટીમે તૈયાર કરી છે. વર્તમાન કોમ્પૈક્ટ એસયુવી છી આ ખૂબ અલગ જોવા મળી રહી છે. આ મોડલમાં સૌથી આકર્ષિત કરે છે તેનું રિયલ લૂક, જ્યારે તેની રિયર વિંડસ્ક્રીન પણ Futuro-eને સ્પોર્ટી લૂક આપવામાં મદદ કરે છે.
મારૂતિ સુઝુકીએ આ મોડલ મારફતે બતાવ્યું છે કે કંપની ભવિષ્યને ધ્યાનમાં રાખતા મોડલ તૈયાર કરી રહી છે. આ કોન્સેપ્ટ મોડલનું નામ સાથે ઇ જોડવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે કંપની ઇલેક્ટ્રિક કારો પર ધ્યાન આપશે. આપણે તમામ જાણીએ છીએ કે આવનારો સમય ઇલેક્ટ્રિક કારનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -