Auto Expo 2023: મુસાફરીને વધુ સસ્તુ બનાવી દેશે મારુતિની આ ફ્લેક્સ ફ્યૂલ કાર, જુઓ તસવીરો.......
Auto Expo 2023 in India: મારુતિએ ઓટો એક્સ્પૉમાં પોતાની પહેલી ફ્લેક્સ ફ્યૂલ કારને રજૂ કરી દીધી છે. બજેટ કાર અને બેસ્ટ માઇલેજ માટે જાણીતી મારુતિ માટે આ એક મોટી છલાંગ સાબિત થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓટો એક્સ્પૉમાં મારુતિએ પોતાની વેગન આર કારની ફ્લેક્સ ફ્યૂલ મૉડલને પણ રજૂ કરી દીધુ છે. આ કાર E85 ફ્યૂલ પર ચાલવામાં સક્ષમ હશે, એટલે કે મારુતિની આ કાર 20% થી 85% એથેનૉલ બ્લેન્ડિંગ ફ્યૂલ પર ચાલવામાં સક્ષમ હશે.
ભવિષ્યને ધ્યાનમાં રાખતા ફ્લેક્સ ફ્યૂલ એક વૈકલ્પિક ઇંધણ છે, જે પેટ્રૉલ ડીઝલની સરખામણીમાં ખુબ સસ્તું હોવાની સાથે સાથે ઓછો કાર્બન ઉત્સર્જનના કારણે પર્યવારણની રીતે પણ સારુ છે.
ફ્લેક્સ ફ્યૂલ વાહન પણ પેટ્રૉલ ડીઝલ ગાડીની જેમ જ પરફોર્મન્સ આપવામાં સક્ષમ હશે, આનાથી વાહનના પરફોર્મન્સ પર કોઇપણ ફરક નહીં પડે.
ઓટો એક્સ્પૉમાં મારુતિએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કારને પણ રજૂ કરી છે, વળી મારુતિ જલદી જ પોતાની તમામ ગાડીઓને વૈકલ્પિક ઇંધણની સાથે રજૂ કરવા પર ઝડપથી કામ કરી રહી છે.