Auto Expo 2023: જુના દિવસોને ફરી તાજા કરી દેશે આ બાઈક, Keyway SR250 થઈ લોંચ
કંપની તેના Keyway SR250ને એપ્રિલ 2023 સુધીમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવશે. કંપનીએ આ બાઇક માટે બુકિંગ ઓપન કરી દીધું છે. જે બેનેલી અથવા કીવેના ઓફિશિયલ શોરૂમ અથવા કંપનીની વેબસાઈટ પરથી 2,000 રૂપિયાની રકમથી બુક કરી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ આ રેટ્રો લુકિંગ બાઇકને સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક 223 સીસી એન્જિન સાથે લોંચ કરી છે. જે તેને 7500 આરપીએમ પર 1608 એચપીનો પાવર, તેમજ 6500 આરપીએમ પર 16 એનએમનો ટોર્ક જનરેટ કરશે.
Keyway SR250 બાઇકમાં 14.2-લિટરની પેટ્રોલ ટેંક મળશે. આ સાથે તેના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક પણ આપવામાં આવશે. આ બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 160mm હશે, જે ગ્રામીણ વિસ્તારો માટે પણ આ બાઇકને વધુ સારું પરફોર્મન્સ આપવામાં મદદ કરશે.
આ બાઇક તેના રાઇડરને સારા જૂના દિવસો ફરી જીવવાની તક આપશે. જે એક પછી એક નવી બાઇકના આગમન સાથે ક્યાંક ખોવાઈ ગયા હતા.