Low Budget E2W: ખરીદો આ પાંચ 'પૈસા વસૂલ' ઇલેક્ટ્રિક સ્કૂટર, સસ્તામાં બનશે બેસ્ટ ઓપ્શન...

Low Budget E2W: ભારતીય ઓટો માર્કેટમાં હવે ઇલેક્ટ્રિક સ્કૂટરની એન્ટ્રી થઇ ચૂકી છે, અને મોટા પ્રમાણમાં આનું વેચાણ પણ થઇ રહ્યુ છે, જો તમે તમારા માટે આવું એક બજેટ અને બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો. જો તે પૉકેટ ફ્રેન્ડલી હોય, તો તમે આ ઈ-સ્કૂટર્સને ધ્યાનમાં લઈ શકો છો. આ 'વેલ્યૂ ફૉર મની' ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે તમારો બેસ્ટ ઓપ્શન બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ યાદીમાં પહેલું નામ iVoomi S1 ઇલેક્ટ્રિક સ્કૂટરનું છે, જેની કિંમત 85,000 રૂપિયા એક્સ-શોરૂમ છે. 55 કિમી/કલાકની ટોચની ઝડપે દોડતું આ ઈલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 105 કિલોમીટર સુધીનું અંતર કાપે છે.

બીજું ઇલેક્ટ્રિક સ્કૂટર Gemopai Rider Supermax છે, જેને તમે એક્સ-શોરૂમ 79,999ની કિંમતે ઘરે લાવી શકો છો. 60 કિમીની ટોપ સ્પીડ ધરાવતું આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 100 કિમી સુધીનું અંતર કાપી શકે છે.
ત્રીજું પોકેટ-ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક સ્કૂટર Pure EVનું E Pluto છે, જેની કિંમત 84,000 એક્સ-શોરૂમ છે. સિંગલ ચાર્જ પર, તેને 90-120 કિમી સુધી ચલાવી શકાય છે અને તેની ટોપ સ્પીડ 60 કિમી પ્રતિ કલાક સુધી છે.
આ લિસ્ટમાં આગળનું નામ સિમ્પલ ડોટ વન ઈવીનું છે, જેને એક્સ-શોરૂમ 1 લાખની કિંમતે ખરીદી શકાય છે. તેની પ્રમાણિત રેન્જ 151 કિલોમીટર અને ટોપ સ્પીડ 105 કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ શકાય છે.
પાંચમું ઇલેક્ટ્રિક સ્કૂટર Ola S1X છે, તમે તેને 90,000 એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે ઘરે લાવી શકો છો. તે સિંગલ ચાર્જ પર 91 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે અને તેની ટોપ સ્પીડ 85 કિમી/કલાક છે.