Upcoming EVs: ભારતીય માર્કેટમાં આ ઇલેક્ટ્રિક કારોની થશે ધમાકેદાર એન્ટ્રી, તમને કઇ ગમશે ખરીદવાની ?
Upcoming EVs: દેશમાં EVs પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને હવે તેઓ તેને અપનાવી રહ્યાં છે, આ કારણે કાર નિર્માતા કંપનીઓ પણ નવા મોડલ માર્કેટમાં લૉન્ચ કરી રહી છે, ચાલો જોઈએ કેટલીક આવનારી કારોનું લિસ્ટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત મોબિલિટી શૉ 2024માં ટાટા મોટર્સે કર્વ એસયુવીનું પ્રી-પ્રોડક્શન મોડલ લૉન્ચ કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં નવા ટાટા કર્વ રસ્તાઓ પર જોવા મળશે. કર્વ એક SUV કૂપ છે જે નેક્સોનની ઉપર સ્થિત હશે. આ કંપનીની પ્રથમ SUV કૂપ હશે
Tata Nexon EV સાથે સ્પર્ધા કરવા માટે, મહિન્દ્રા XUV300 ફેસલિફ્ટ ભારતીય બજારમાં જૂન 2024 સુધીમાં ઇલેક્ટ્રિક પાવરટ્રેન સાથે આવી શકે છે. તેની ડિઝાઇન અને સ્ટાઇલ મહિન્દ્રા BE ઇલેક્ટ્રિક એસયુવીથી પ્રેરિત છે. તેની કિંમત XUV400 EV કરતાં લગભગ 2 લાખ રૂપિયા ઓછી હોવાની અપેક્ષા છે.
ટાટા મોટર્સે દિલ્હીમાં ચાલી રહેલા 2024 ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં હેરિયર EV ઉત્પાદન તૈયાર મોડલ રજૂ કર્યું છે. સ્પેશિયલ ગ્રીન કલર સ્કીમમાં બતાવવામાં આવેલી આ ઇલેક્ટ્રિક એસયુવી તેના કોન્સેપ્ટ મોડલ જેવી જ છે. માર્કેટમાં લોન્ચ થયા બાદ હેરિયરની રેન્જ 400 કિમીથી 500 કિમીની હોવાની અપેક્ષા છે. તેને 2024ના બીજા ભાગમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
મારુતિ સુઝુકીએ ભારત મોબિલિટી શો 2024માં તેનો EVX કોન્સેપ્ટ પણ રજૂ કર્યો છે. આ ઈલેક્ટ્રિક SUV 2024 ફેસ્ટિવ સિઝન દરમિયાન આવશે. તેને ટોયોટાના 27PL સ્કેટબોર્ડ પ્લેટફોર્મ પર ડિઝાઇન કરવામાં આવશે. મારુતિ સુઝુકીએ પહેલેથી જ પુષ્ટિ કરી છે કે તેની પ્રથમ EV ADAS ટેક્નોલોજી, ફ્રેમલેસ રીઅરવ્યુ મિરર અને 360-ડિગ્રી કેમેરા મેળવશે.
Hyundai Creta EV આ વર્ષના અંતમાં રજૂ કરવામાં આવી શકે છે. તેના લોન્ચિંગ વિશે વાત કરીએ તો તે 2025ની શરૂઆતમાં માર્કેટમાં આવી શકે છે. આ ઇલેક્ટ્રિક એસયુવી અપડેટેડ ક્રેટા પર આધારિત હશે. અહેવાલો સૂચવે છે કે Creta EV ને LG Chem તરફથી પ્રાપ્ત 45kWh બેટરી પેક સાથે ઓફર કરવામાં આવશે.