Budget Bikes: પૉકેટ ફ્રેન્ડલી છે 150-160cc વાળી આ બાઇક્સ, ઓપ્શન અહીં જોઇ લો....
Budget Bikes: આ સમાચારમાં અમે તમને તે 5 બાઈક વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે તમારા પોકેટ બજેટમાં હોવા ઉપરાંત માઈલેજના મામલે પણ સારી છે. યાદી જુઓ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ Bajaj Pulsar NS160 છે. તેને ખરીદવા માટે તમારે 1.23 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે. તેના માઈલેજ વિશે વાત કરીએ તો, કંપની 45 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજનો દાવો કરે છે.
આ લિસ્ટમાં બીજું નામ સ્થાનિક બજારમાં TVSની લોકપ્રિય બાઇક Apache RTR 160 4Vનું છે. કંપની તેને 1.21 લાખ એક્સ-શોરૂમની કિંમતે વેચે છે. આ બાઇકથી 45 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ મેળવી શકાય છે.
ત્રીજા નંબર પર Yamaha FZ S FI બાઇકનું નામ છે, જેમાંથી 45 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઇલેજ મેળવી શકાય છે. આ બાઇકને ઘરે લાવવા માટે તમારે 1.22 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે.
જો તમને લાંબી મુસાફરી માટે આરામદાયક લાગે તેવી બજેટ બાઇક જોઈએ છે, તો તમે બજાજ એવેન્જર સ્ટ્રીટ 160નો વિકલ્પ પસંદ કરી શકો છો. જેની કિંમત 1.12 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે અને માઈલેજ 45 કિમી પ્રતિ લિટર છે.
આ લિસ્ટમાં પાંચમું નામ હોન્ડા યુનિકોર્નનું છે, જે કિંમતની દૃષ્ટિએ અન્ય બાઇક્સ કરતાં સસ્તી છે. તેને ખરીદવા માટે તમારે 1.03 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે. પરંતુ માઇલેજની દ્રષ્ટિએ, તે અન્ય બાઇક્સની બરાબરી પર છે અને પ્રતિ લિટર 45 કિલોમીટર સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે.