ભારતીય માર્કેટની આ ચાર બાઇક્સ છે સૌથી બેસ્ટ, ઓછી કિંમતમાં આપે છે સૌથી વધુ એવરેજ, જાણો ડિટેલ્સ.....
નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રૉલની વધતી કિંમતોથી સામાન્ય માણસ ત્રાસી ગયો છે. કેટલાય શહેરોમાં કિંમત 100 રૂપિયાને પાર થઇ ગઇ છે. લોકોની નજર હવે એવા બાઇક્સ પર છે જે ઓછી કિંમતે વધુ માઇલેજ આપતી હોય. જો તમે પણ આવી બાઇક્સ ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. અહીં અમે તમને કેટલાક સજેશન્સ આપી રહ્યાં છીએ જે તમારી પહેલી પસંદ બની શકે છે. આ તમામ સસ્તા બાઇક્સ વિશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBajaj CT 100 - Bajaj CT 100ના નવા અવતારમાં 102ccનો સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિનનો યૂઝ કરવામાં આવ્યો છે, જો 7bhpની મેક્સિમમ પાવર અને 8Nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. બાઇક 4 સ્પીડ ગિયરબૉક્સ વાળુ છે. માઇલેજની વાત કરીએ તો આ બાઇક 5kmplની માઇલેજ આપે છે. કિંમતની વાત કરીએ તો તમે આ બાઇકને 44,890 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો.
TVS Sport - પોતાની ઓફોર્ડેબલ બાઇક્સ માટે પૉપ્યૂલર કંપની TVSની સ્પૉર્ટ બાઇકમાં 109.7ccના સિંગલ સિલીન્ડર એર કૂલ્ડ ફ્યૂલ ઇન્જેક્ટ એન્જિન આપવામાં આવ્યુ છે. જે 8.29PSનો પાવર અને 8.7Nmનો ટૉર્ક જનરેટ કરે છે. આ 4-સીપડ ગિયરબૉક્સ વાળુ છે. બાઇક 95kmplની માઇલેજ આપે છે. ટીવીએસ સ્પૉર્ટમાં કિક-સ્ટાર્ટ વર્ઝનની કિંમત 56,130 રૂપિયાથી શરૂ થાય છે. આનુ સેલ્ફ સ્ટાર્ટ વેરિએન્ટ 62,980 રૂપિયા (એક્સ-શૉ રૂમ દિલ્હી)માં ઉપલબ્ધ છે.
Bajaj Platina 110 H-Gear - આમાં 115ccનુ એન્જિન આપવામા આવ્યુ છે. એન્જિન 8.6 PSનો પાવર અને 9.81 NMનો ટૉર્ક આપે છે. આમાં 5 સ્પીડ ગિયરબૉક્સ આપવામાં આવ્યુ છે. બાઇકના ફ્રન્ટ વ્હીલમાં 240mmની ડિસ્ક બ્રેક અને રિયર વ્હીલમા 110mmની ડ્રમ બ્રેક છે. આ બાઇક 84 kmplની માઇલેજ આપી શકે ચે. આની કિંમત 60,608 રૂપિયા છે.