બહુ જલ્દી ભારતમાં એન્ટ્રી કરશે આ પાંચ દમદાર લક્ઝરી કારો, જાણો કેટલી હશે કિંમત.....
નવી દિલ્હીઃ દેશમાં લક્ઝરી કારોના શોખીનોની સંખ્યા સતત વધી રહી છે, આ જ કારણ છે કે દુનિયાભરની તમામ કંપનીઓની નજર ભારતીય માર્કેટમાં પર છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી એકદમ ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી. આ વર્ષે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રી પાટા પર આવી રહી છે. આજે તમને એવી કેટલીક લક્ઝરી કારો વિશે બતાવી રહ્યાં છીએ જે બહુ જલ્દી ભારતમાં લૉન્ચ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMercedes Benz S Class 2021- દેશમા મર્સિડિઝ કાર સૌથી વધુ પસંદ કરવામાં આવનારી કારોમાં સામેલ છે. આની શાનદાર ડિઝાઇન, દમદાર એન્જિન અને બેસ્ટ ઇન્ટીરિયર લોકોને આકર્ષિત કરે છે. કંપનીની Benz S Class 2021 એક સુપર લક્ઝરી કાર છે, જે આ મહિનાના અંત સુધી લૉન્ચ કવરામાં આવી શકે છે. આ કારમાં કેટલાય એડવાન્સ ફિચર્સ છે. આની કિંમત 1.50 થી 2.50 કરોડ રૂપિયાનુ અનુમાન છે.
Aston Martin DBS Superleggera- એસ્ટન માર્ટિંન એક બ્રિટિશ કંપની છે, જે સ્પોર્ટ્સ કારોનુ નિર્માણ કરે છે. દુનિયાભરમાં આની કારો ધૂમ મચાવી રહી છે. એસ્ટન માર્ટિનની DBS Superleggera કાર આ વર્ષ જૂનમાં ભારતમાં લૉન્ચ થઇ શકે છે. સ્ટાઇલિશ ડિઝાઇન અને બેસ્ટ એન્જિન વાળી આ કારની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા હોવાનુ અનુમાન છે. આ કાર સ્પીડના મામલામાં બેસ્ટ હશે.
BMW M3- જર્મન કાર નિર્માતા કંનપી બીએમડબલ્યૂ પણ પોતાની કેટલીક કારોને ભારતીય માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે. આ વર્ષ જૂનમાં BMW M3 કાર દેશમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. દમદાર એન્જિન, બેસ્ટ ડિઝાઇન અને જબરદસ્ત સ્પીડ વાળી આ કારની કિંમત લગભગ 65 લાખ રૂપિયા હોવાનુ અનુમાન છે.
Land Rover Range Rover Sport 5.0 SVR- લેન્ડ રૉવર પણ પોતાની કેટલીક કારોને ભારતમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીની સુપર લક્ઝરી કાર Range Rover Sport 5.0 SVR ડિસેમ્બર સુધી ભારતમાં એન્ટ્રી કરી શકે છે. આ લક્ઝરી કારમાં 4999 CCનુ દમદાર એન્જિન આપવામાં આવી છે. આ કાર 5 સીટર હશે. બેસ્ટ સેફ્ટી ફિચર વાળી આ કારની કિંમત લગભગ 2 કરોડ રૂપિયાનુ અનુમાન છે.