Upcoming Bikes: માર્કેટમાં બહુ જલદી એન્ટ્રી મારશે આ 5 દમદાર બાઇક્સ, જુઓ તસવીરો.......
Upcoming Bikes: જો તમે એક નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો ઇન્તજાર કરી લો, કેમ કે હવે માર્કેટમાં કેટલીક ખાસ બાઇકો એન્ટ્રી કરી રહી છે, જે તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. જુઓ અહીં અપકમિંગ બાઇક્સ વિશે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરેલુ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર નિર્માતા કંપની મેટર એનર્જી જલદી જ એક ઇલેક્ટ્રિક બાઇક લૉન્ચ કરશે, જેની શરૂઆતી કિંમત 1.1 લાખ રૂપિયાથી શરૂ થશે. આ બાઇકમાં લેટેસ્ટ ફિચર્સની સાથે લિક્વીડ કૂલ્ડ 5kWh ની બેટરી પેક આપવામાં આવશે, સ્પૉર્ટી લૂક વાળી આ બાઇક કી લેસ ટેકનોલૉજી સાથે આવશે.
યામાહા જલદી જ પોતાની એમટી - 15 વી2 બાઇકને લૉન્ચ કરવાની છે. આ બાઇક યામાહાની ગયા વર્ષં બંધ કરવામાં આવી ચૂકેલી એમટી-15નું અપગ્રેડેટ વેરિએન્ટ છે. શાનદાર સ્પૉર્ટી લૂક વાળી આ મૉટરસાકલમાં 155 સીસી સિંગલ લિક્વિડ કૂલ્ડ એન્જિન, 6 સ્પીડ ગિયરબૉક્સ જે 13.9 Nmનો ટૉર્ક આપે છે, જેની શરૂઆતી કિંમત 1.5 લાખ રૂપિયા હશે.
બેંગ્લુરુ સ્થિત ઘરેલુ ઇલેક્ટ્રિક બાઇક નિર્માતા કંપની પણ જ જલદી પોતાના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે. જેની કિંમત એક લાખ રૂપિયાની આસપાસ રાખવામાં આવી શકે છે. આ સ્કૂટરને ટેસ્ટિંગના સમયે અનેકવાર સ્પૉટ કરવામાં આવી ચૂક્યુ છે. આ સ્કૂટર કન્ફૉર્ટેબલ રાઇડ આપવામાં સક્ષમ હશે અને આની રાઇડ રેન્જ 100 કિમી સુધીની જોવા મળી શકે છે.
પ્રીમિયમ બાઇક બનાવનારી કંપની કેટીએમ મૉટરસાઇકલ પણ જલદી ભારતમાં પોતાની ડ્યૂક 390ને અપડેટેડ લૂકની સાથે લૉન્ચ કરી શકે છે. જેમાં એક્સ્ટેન્ડેડ મસ્કૂલર ફ્યૂલ ટેન્ક, સ્ટેપ અપ સીટ, અંડરવેલી એક્ઝૉસ્ટ સિસ્ટમ, એરોહેડ-શેપ્ડ મિરર, ટર્ન-બાય ટર્ન નેવિગેશન સપોર્ટેડ TFT ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સૉલ, ઓલ LED સેટઅપ અને લાઇટવેટ એલૉય વ્હીલ્સ જોવા મળી શકે છે.
રૉયલ એનફિલ્ડની હિમાલયન 450 પણ માર્કેટમાં જલદી આવી શકે છે. આ એક એડવેન્ચર બાઇક હશે, જેમાં લેટેસ્ટ ફિચર્સની સાથે ટ્રેક્શન કન્ટ્રૉલ સ્વિચેબલ ABS અને એડઝેસ્ટેબલ સસ્પેન્શન ફિચર્સ જોવા મળી શકે છે, અને આની કિંમત લગભગ ચાર લાખ રૂપિયાની આસપાસ રાખવામાં આવી શકે છે.