Sunroof Cars: જોઇએ છે સનરૂફ ફિચર વાળી દમદાર કાર, તો આ ઓપ્શન પર કરી શકો છો વિચાર.......
Sunroof Cars: ઓટોમાર્કેટમાં હવે નવા નવા ફિચર્સ અને અપડેટ સાથેની કારો આવી રહી છે, આ કડીમાં અત્યારે સનરૂફ ફિચર વાળી કારો લોકોને ખુબજ પસંદ આવી રહી છે. આ કાર લક્ઝરીનો અનુભવ કરાવતી ફેસિલિટી વાળી છે. જો તમે પણ આવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ઓપ્શનને ચેક કરો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ ટાટાની સૌથી વધુ વેચાતી SUV Tata Nexonનું છે. તે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિકના તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શૉરૂમ કિંમત 7.60 લાખ રૂપિયા છે.
સનરૂફ સાથે આવતા વાહનોમાં Hyundai Creta SUV બીજા ક્રમે છે. જેને એક્સ-શૉરૂમ 10.87 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ SUV પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.
ત્રીજું નામ MG Aster SUVનું છે, તેને માત્ર પેટ્રોલ વેરિએન્ટમાં જ ખરીદી શકાય છે. જેની માઈલેજ 15.07 કિલોમીટર પ્રતિ લીટર છે. તમે તેને એક્સ-શોરૂમ 10.81 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.
આગામી કાર Kia Sonet SUV છે. તેને ડીઝલ પેટ્રોલ અને CNG વિકલ્પો સાથે ખરીદી શકાય છે. સનરૂફ સાથે તેની કિંમત 11.30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
Mahindra SUV700 પણ આ ફિચર સાથે ખરીદી શકાય છે, જે પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 13.45 લાખ રૂપિયા છે.