SUV Cars: શાનદાર માઇલેજની સાથે આવે છે આ પાંચ એસયુવી કારો, જુઓ તસવીરો
Best SUV Cars: જો તમે કાર ચલાવવાના શોખીન છો, અને કાર ચલાવવાનું મન બનાવી લીધુ છે, તો અમે તમારા માટે અહીં બેસ્ટ પાંચ એસયુવી બતાવી રહ્યા છીએ, જે તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. જાણો અહીં...........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં મારુતિ સુઝુકીની ગ્રાન્ડ વિટારા પહેલા નંબર પર છે, મારુતિની આ કારને હાલમાં જ લૉન્ચ કરવામાં આવી છે. આ એસયુવીની કિંમત 10.45 લાખ રૂપિયાથી 19.65 લાખ રૂપિયા એક્સ શૉરૂમ સુધીની છે. આમાં 1.5 L પેટ્રૉલ માઇલ્ડ હાઇબ્રિડ અને 1.5 L સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ પેટ્રૉલ એન્જિન છે. એસયુવી માઇલ્ડ હાઇબ્રિડ મેન્યુઅલ વેરિએન્ટ પર 19.38 kmpl અને સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ ઇ-સીવીટી ટ્રાન્સમિશન પર 27.97 kmpl ની માઇલેજ આપવામાં સક્ષમ છે.
તાજેતરમાં જ ટોયોટાએ પોતાના અર્બન ક્રૂઝર હાઇ રાઇડરને માર્કેટમાં ઉતારી છે. જેની કિંમત 10.48 લાખ રૂપિયાથી 18.99 લાખ રૂપિયા એક્સ શૉરૂમ સુધીની છે. ટોયોટા પોતાની આ કારમાં 1.5L પેટ્રૉલ એન્જિનની સાથે માઇલ્ડ અને સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ ટેકનોલૉજીનો ઓપ્શન પણ આપ છે. આ એસયુવી માઇલ્ડ હાઇબ્રિડ વેરિએન્ટમાં 19.39 lmpl અને સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ વેરિએન્ટમાં 27.97 kmpl સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે.
હ્યૂન્ડાઇ વેન્યૂ પોતાની આ કૉમ્પેક્ટ એસયુવી કારને નવા અપડેટની સાથે માર્કેટમાં ઉતારી ચૂકી છે. જેની કિંમત 7.53 લાખ રૂપિયાથી 12.72 લાખ રૂપિયા એક્સ શૉરૂમ સુધીની છે. આ એસયુવી બે એન્જિનનો ઓપ્શન પહેલો 1.2 L પેટ્રૉલ એન્જિન છે, બીજુ 1 L ટર્બો પેટ્રૉલ એન્જિનની સાથે ઉપલબ્ધ છે. કંપની પોતાની આ કારને 23.7 kmpl માઇલેજનો દાવો કરે છે.
ટાટાની બેસ્ટ સેલિંગ એસયુવી કાર ટાટા નેક્સૉન દેશની સૌથી સુરક્ષિત કારોમાંની એક છે. કંપની આને 7.70 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત સેલ કરે છે. આ એસયુવી બે એન્જિનના ઓપ્શનની સાથે ઉપલબ્ધ છે. પહેલા ત્રણ સિલીન્ડર વાળા 1.2 L ટર્બો પેટ્રૉલ એન્જિન અને બીજું ચાર સિલેન્ડર વાળુ 1.5 L ટર્બો ડીઝલ એન્જિન છે. અલગ અલગ હિસાબથી આ કાર 16-22 kmpl સુધી માઇલેજ આપવામાં સક્ષમ છે.