Electric Scooters: વારંવાર પેટ્રૉલ પંપ પર જવાથી મેળવવો છે છૂટકારો, તો ખરીદો આ પાંચ ઇલેક્ટ્રિક સ્કૂટર
Best Range Electric Scooters: જો તમે વારંવાર પેટ્રૉલ પંપ પર જવાથી કંટાળી ગયા છો, તો તમારા માટે માર્કેટમાં અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલની લાંબી કતાર ખડી થઇ ગઇ છે. જો તમે પણ પેટ્રોલ પંપ પર ખિસ્સા ખાલી કરીને કંટાળી ગયા હોવ તો હવે તમે EV ટુ વ્હીલર ટ્રાય કરી શકો છો, જે ઉત્તમ રાઇડિંગ રેન્જ તમારો બેસ્ટ સહારો બની શકે છે. જુઓ અહીં બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટરનું લિસ્ટ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટરનું છે, જે સિંગલ ચાર્જ પર 212 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે, અને 105 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. આને 1.45 લાખ રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીની કિંમતમાં ખરીદી શકાય છે.
લેટેસ્ટ ફિચર્સથી સજ્જ Ather 450X ઇલેક્ટ્રિક સ્કૂટર પણ આ લિસ્ટમાં બીજા નંબર પર છે. આ સ્કૂટરથી 146 કિમી સુધીનું અંતર સિંગલ ચાર્જ પર કવર કરી શકાય છે. આને ખરીદવા માટે તમારે 1.28 લાખ રૂપિયા સુધીની પ્રારંભિક કિંમત ખર્ચ કરવી પડશે.
ત્રીજું સ્કૂટર TVS iQube છે, જે સિંગલ ચાર્જ પર 145 કિમી સુધીનું અંતર કાપવામાં સક્ષમ છે. તેને ખરીદવા માટે તમારે 1.22 લાખ રૂપિયાથી લઈને 1.38 લાખ રૂપિયા સુધીની કિંમત ખર્ચ કરવી પડશે.
આ લિસ્ટમાં આગળનો નંબર Ola S1 અને Ola S1 Pro છે, જે દેશમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. Ola S1ની રાઈડિંગ રેન્જ 141 km છે અને Ola S1 Pro ની રાઈડિંગ રેન્જ 181 km છે અને આની કિંમત અનુક્રમે 1.30 લાખ અને 1.40 લાખ રૂપિયા છે, તે પણ એક્સ-શોરૂમમાં.
પાંચમા નંબરે આ લિસ્ટમાં Hero Vida V1 ઈલેક્ટ્રિક સ્કૂટર છે, જે સિંગલ ચાર્જ પર 165 કિમી સુધીનું અંતર કાપવામાં સક્ષમ છે. આને 1.26 લાખ રૂપિયા સુધીની એક્સ-શૉરૂમ કિંમતે ખરીદી શકાય છે.