May Auto Launch: મે મહિનામાં લૉન્ચ થઇ રહ્યાં છે આ બાઇક અને સ્કૂટર, માર્કેટમાં મચાવશે ધમાલ
Bike-Scooter Launching: મે મહિનામાં ભારતીય બજારમાં ઘણા નવા સ્કૂટર અને બાઈક લૉન્ચ થવા જઈ રહ્યા છે. જેમાં બજાજ, ચેતક અને હીરોના મૉડલનો સમાવેશ થાય છે. આ બાઇક શાનદાર લૂક સાથે માર્કેટમાં આવશે. આ મહિને નવી પલ્સર લૉન્ચ થતાની સાથે જ નવા વાહનોનું આગમન શરૂ થઈ ગયું છે. ઘણા વધુ સ્કૂટર અને મોટરસાઇકલ ભારતીય બજારમાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજાજ પલ્સર NS400Z ભારતીય બજારમાં આવી ગયું છે. આ બાઇકની કિંમત 1.85 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ બાઇકમાં 373 સીસી સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ મોટર છે, જે 6-સ્પીડ ગિયર બોક્સ સાથે જોડાયેલી છે.
Hero MotoCorpના સ્કૂટર પણ આ મહિને માર્કેટમાં લૉન્ચ થવા માટે તૈયાર છે. Hero Xoom 160 મે મહિનામાં લૉન્ચ થઈ શકે છે. આ સ્કૂટરમાં 156 સીસી એન્જિન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન મળી શકે છે. આ સ્કૂટરની કિંમત 1,10,000 રૂપિયાથી 1,20,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
Hero Xoom 125 પણ મે મહિનામાં જ ભારતીય બજારમાં લૉન્ચ થઈ શકે છે. આ સ્કૂટરમાં 124 cc એન્જિન મળી શકે છે, જે 9.5 bhpનો પાવર અને 10.14 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ સ્કૂટરની કિંમત 85 હજારથી 90 હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
2024 Husqvarna Svartpilen 250 પણ આ મહિને લૉન્ચ થઈ શકે છે. આ સ્વીડિશ કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં Svartpilen 401 લોન્ચ કરી હતી. હવે કંપની ભારતમાં વધુ એક નવું મૉડલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
ચેતક બૅટરીથી ચાલતું સ્કૂટર માર્કેટમાં લૉન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ અગાઉ ભારતમાં અર્બન અને પ્રીમિયમ લૉન્ચ કર્યું હતું. ચેતકના આ નવા મોડલ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, અગાઉના મોડલના પાવરટ્રેનથી નવા મોડલમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.