Bikes: 2 લાખથી ઓછી કિંમતમાં ભારતમાં મળી રહી છે આ પાંચ શાનદાર બાઇક, જુઓ લિસ્ટ
Bikes Updates: ભારતીય માર્કેટમા અત્યારે ટૂ-વ્હીલર્સના ઘણાબધા મૉડલ ઉપલબ્ધ છે, તેથી જો તમે નવી બાઇક ખરીદવા માંગો છો અને તમારું બજેટ 2 લાખ રૂપિયાથી ઓછું છે, તો આજે અમે તમને આવા 5 એવા બાઇક મૉડલ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે તમારો બેસ્ટ ઓપ્શન બની શકે છે. જુઓ અહીં લિસ્ટ....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRoyal Enfield Hunter 350 એ એક સ્ટ્રીટ બાઇક છે જે 3 વેરિઅન્ટ અને 8 રંગોમાં ઉપલબ્ધ છે. Royal Enfield Hunter 350માં 349.34cc BS6 એન્જિન છે, જે 20.2 bhpનો પાવર અને 27 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક્સ સાથે, રૉયલ એનફિલ્ડ હન્ટર 350 એન્ટી-લૉકિંગ બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. હન્ટર 350ની એક્સ-શૉરૂમ કિંમત 1.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
બજાજ પલ્સર NS200 એ એક સ્ટ્રીટ બાઇક છે જે 2 વેરિઅન્ટ અને 8 રંગોમાં ઉપલબ્ધ છે. બજાજ પલ્સર NS200 199.5cc BS6 એન્જિનથી સજ્જ છે, જે 24.13 bhpનો પાવર અને 18.74 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. તેમાં ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક્સ સાથે એન્ટિ-લૉકિંગ બ્રેકિંગ સિસ્ટમ છે. આ બાઇકનું વજન 159.5 કિગ્રા છે અને તેની ફ્યૂઅલ ટાંકીની ક્ષમતા 12 લિટર છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1.42 લાખ રૂપિયા છે.
TVS રૉનિન એક ક્રૂઝર બાઇક છે જે 4 વેરિઅન્ટ અને 7 રંગોમાં ઉપલબ્ધ છે. તેમાં 225.9cc BS6 એન્જિન છે, જે 20.1 bhpનો પાવર અને 19.93 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. તેમાં એન્ટિ-લૉકિંગ બ્રેકિંગ સિસ્ટમ સાથે આગળ અને પાછળ બંને ડિસ્ક બ્રેક્સ છે. આ બાઇકનું વજન 159 કિલો છે અને તેની ફ્યૂઅલ ટેન્કની ક્ષમતા 14 લિટર છે. આ બાઇકની એક્સ-શૉરૂમ કિંમત 1.49 લાખ રૂપિયા છે.
Ola S1 Pro Gen 2 Standard ની એક્સ-શૉરૂમ કિંમત 1,47,327 રૂપિયા છે. આ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે માત્ર 1 વેરિઅન્ટ અને 5 રંગોમાં ઉપલબ્ધ છે. તેમાં લગાવેલ ઇલેક્ટ્રિક મૉટર 5000 W પાવર જનરેટ કરે છે. તેમાં આગળ અને પાછળ બંને બાજુ ડિસ્ક બ્રેક્સ સાથે સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ છે.
TVS Apache RTR 200 4V એક સ્ટ્રીટ બાઇક છે જે 2 વેરિઅન્ટ અને 3 રંગોમાં ઉપલબ્ધ છે. તેમાં 197.75cc BS6 એન્જિન છે, જે 20.54 bhpનો પાવર અને 17.25 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. તેમાં એન્ટિ-લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ સાથે આગળ અને પાછળ બંને બાજુ ડિસ્ક બ્રેક્સ છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1.42 લાખ રૂપિયા છે.