Bike Under 1Lakh: એક લાખથી પણ ઓછામાં મળે છે આ શાનદાર બાઇક, જોતા જ ખરીદવાનું થઇ જશે મન.....
Bike Under 1Lakh: દેશના ઘરેલુ માર્કેટમાં બાઇકનું વેચાણ સૌથી વધુ થાય છે. એટલા માટે અમે તમને અહીં એવી પાંચ બાઇકો વિશે બતાવી રહ્યાં છીએ, જે બજેટ અને માઇલેજ બન્નેના મામલામાં શાનદાર છે, અને તમે જોતાની સાથે જ ખરીદવાનું મન બનાવી લેશો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજેટ બાઇકના લિસ્ટમાં હીરોની હીરો એચએફ ડીલક્સ બાઇક પહેલા નંબર પર છે. આ બાઇકને 68,000 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. આ બાઇકમાં 97.2 સીસી એર કૂલ્ડ 4 સ્ટૉક સિલીન્ડર OHC એન્જિન અવેલેબલ છે, જે 8,000 Rpm પર 5.9 kW નો પાવર અને 6,000 Rpm પર 8.05 ન્યૂટન મીટરનો ટૉર્ક આપે છે. એડવાન્સ્ડ પ્રૉગ્રામ્ડ ફ્યૂલ ઇન્જેક્શન (APFE) વાળી આ બાઇક કિક અને સેલ્ફ સ્ટાર્ટના ફિચર સાથે આવે છે.
સસ્તા બજેટમાં આવનારી બીજી બાઇક હીરોની હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક છે. હીરો પોતાની આ બાઇકનુ વેચાણ 72,900 રૂપિયામાં એક્સ શૉરૂમની કિંમતમાં કરે છે. વળી, આ બાઇકમાં મળનારા ફિચર્સની વાત કરીએ તો આમાં કેટલાક ફન્કી બૉડી ગ્રાફિક્સ, LED HIPL (હાઇ ઇન્ટેન્સિટી પૉઝિશન લેમ્પ) ની સાથે સાથે સ્પાર્કલિંગ બીટા બ્લૂ, કેનવાસ બ્લેક, ટૉરનેડો ગ્રે અને પર્લ વ્હાઇટ જેવા ચાર નવા કલર ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે.
ત્રીજા નંબર પર ટીવીએસ રેડિયન બીએસ6 એન્જિનની સાથે છે. દેખાવમાં આ બાઇક બિલકુલ સિમ્પલ છે. ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરને પણ BS4 ની જેમ જ રાખવામાં આવ્યુ છે. પરંતુ આ બાઇકમાં નવું એન્જિન માલફન્ક્શન ઇન્ડિકેટર, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, USB ચાર્જર, પિલિયન ગ્રેબરેલની સાથે કેરિયર અને એક લગેજ હૂક પણ આપવામાં આવ્યો છે, આ બાઇક 71675 રૂપિયાની કિંમતમાં અવેલેબલ છે.
આ લિસ્ટમાં ચૌથા નંબર પર હોન્ડાની સીડી 110 બાઇક ઉપલબ્ધ છે. આની કિંમત 71,133 રૂપિયા એક્સ શૉરૂમ છે. આ બાઇક 8.67 bhp નો પાવર અને 9.30 Nm ટૉર્કની સાથે 109.51cc BS 6 એન્જિનની સાથે ઉપલબ્ધ છે. આને 4-સ્પીડ ગિયરબૉક્સની સાથે જોડવામાં આવ્યું છે.