Car Air Conditioner: AC ચલાવવાથી કેટલી ઓછી થાય છે કારની માઇલેજ? આજે દૂર કરો મૂંઝવણ
Car Air Conditioner: ઘણીવાર લોકો એ વાતને લઈને મૂંઝવણમાં હોય છે કે કારમાં એસી ચલાવવામાં કેટલું ઇંધણ વપરાય છે. આ અંગે ઘણા લોકો જુદા જુદા દાવાઓ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારના ACને લઈને ઘણા લોકોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે, જેમાંથી સૌથી મોટી મૂંઝવણ એ છે કે AC ચલાવવાથી કારની માઈલેજ કેટલી ઘટી જાય છે.
કારના માઈલેજ પર ACની અસરને લઈને લોકો ઘણી થિયરી આપે છે, કેટલાક લોકો કહે છે કે તેનાથી બહુ ફરક નથી પડતો, જ્યારે કેટલાક લોકો આ ડરને કારણે AC નથી ચલાવતા.
જો તમે હંમેશા આનાથી ડરતા હોવ તો જાણી લો કે AC ની માઈલેજ પર ચોક્કસ અસર પડે છે, પરંતુ તે એટલું નથી.
જો તમે કાર ચલાવતી વખતે AC નો ઉપયોગ કરો છો તો તે 5 થી 7 ટકા માઈલેજને અસર કરી શકે છે. મતલબ કે માઈલેજ લગભગ સાત ટકા ઘટી શકે છે.
જો તમારી પાસે 1000 સીસીની કાર છે તો તમારું AC ચલાવવામાં એક કલાકમાં માત્ર 0.6 લિટર પેટ્રોલનો વપરાશ થાય છે.
એક મૂંઝવણ એ પણ છે કે ફુલ સ્પીડમાં એસી ચલાવવામાં વધુ ઇંધણ વપરાય છે, જ્યારે એવું નથી. તમે પંખાની સ્પીડ વધારી શકો છો, કારણ કે તેનાથી ઓછી સ્પીડમાં AC ચલાવવામાં જેટલો ખર્ચ થાય છે તેટલું જ ઇંધણ આમાં વપરાશે.