Cars with Cruise Control: ક્રૂઝ કંન્ટ્રોલથી લેસ છે આ SUV કારો, લોંગ ડ્રાઇવ માટે છે આ ખાસ સેફ્ટી ફીચર
Toyotaની Hyrider કોમ્પેક્ટ SUV બે પેટ્રોલ પાવરટ્રેન વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં 1.5-લિટર માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ અને 1.5-લિટર સ્ટ્રોંગ-હાઇબ્રિડ સિસ્ટમનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં Hyundai Cretaની લાંબા સમયથી ખૂબ જ માંગ છે. હ્યુન્ડાઈ ક્રેટા પાસે બે એન્જિન વિકલ્પો છે, જેમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 115PS પાવર અને 144Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે બીજો વિકલ્પ 1.5-લિટર ડીઝલ એન્જિન છે, જે 116PS પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. Hyundai Cretaની એક્સ-શોરૂમ કિંમત 10.87 લાખ રૂપિયાથી 19.20 લાખ રૂપિયાની વચ્ચે છે. ભારતીય બજારમાં Creta, Kia Seltos, Toyota Urban Cruiser Highrider જેવી કાર સાથે સ્પર્ધા કરે છે.
મહિન્દ્રા થાર દેશમાં ખાસ કરીને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. થારની એક્સ-શોરૂમ કિંમત 10.98 લાખ રૂપિયાથી 16.94 લાખ રૂપિયાની વચ્ચે છે. મહિન્દ્રા થાર માર્કેટમાં બે વર્ઝનમાં ઉપલબ્ધ છે જેમ કે રીઅર-વ્હીલ ડ્રાઇવ અને ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ. તેનું રીઅર-વ્હીલ ડ્રાઇવ વર્ઝન બે પાવરટ્રેનની પસંદગી આપે છે, જેમાં 2.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. જ્યારે તેના 4-વ્હીલ ડ્રાઇવ વર્ઝનમાં પણ બે એન્જિન વિકલ્પો છે. જેમાં 2.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને 2.2-લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ સામેલ છે. ભારતીય બજારમાં થારની ટક્કર ફોર્સ ગુરખા અને મારુતિ સુઝુકી જિમ્ની જેવી SUV સાથે છે.
કિયાએ ગયા વર્ષે જૂલાઈની શરૂઆતમાં સેલ્ટોસ ફેસલિફ્ટ લોન્ચ કરી હતી, તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 10.90 લાખથી રૂ. 20.30 લાખની વચ્ચે છે. સેલ્ટોસનું નવું મોડલ ત્રણ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, જેમાં 1.5-લિટર NA પેટ્રોલ, 1.5-લિટર ડીઝલ, નવું 1.5-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો સમાવેશ થાય છે. ભારતીય બજારમાં, કિયાની ટક્કર Toyota Urban Cruiser Highrider અને MG Astor જેવી SUV સાથે સ્પર્ધા કરે છે.
મારુતિ સુઝુકીએ ગયા વર્ષે ભારતીય બજારમાં Fronx લૉન્ચ કરી હતી. ભારતીય બજારમાં તેની સારી માંગ છે. તેમાં પાંચ ટ્રીમ છે; સિગ્મા, ડેલ્ટા, ડેલ્ટા+, ઝેટા અને આલ્ફામાં ઉપલબ્ધ છે. જેની કિંમત 7.46 લાખથી 13.13 લાખ રૂપિયાની વચ્ચે છે. એન્જિનના વિકલ્પો વિશે વાત કરીએ તો તે 1.0L બૂસ્ટરજેટ ટર્બો પેટ્રોલ એન્જિન અને 1.2L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે.
Toyotaની Hyrider કોમ્પેક્ટ SUV બે પેટ્રોલ પાવરટ્રેન વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં 1.5-લિટર માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ અને 1.5-લિટર સ્ટ્રોંગ-હાઇબ્રિડ સિસ્ટમનો સમાવેશ થાય છે. તેની એક્સ-શોરૂમ કિંમત 11.14 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 20.19 લાખ રૂપિયા સુધી જાય છે.