Sunroof Cars: જો તમે સનરૂફ ફીચર સાથે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ઓપ્શન પર કરી શકો છો વિચાર
લક્ઝરીનો અહેસાસ કરાવતી સુવિધાઓની માંગ ભારતમાં વધી રહી છે. આમાં સનરૂફ ફીચર પણ સામેલ છે. જો તમે પણ આવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ઓપ્શન જોઇ લો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં પહેલું નામ ટાટાની સૌથી વધુ વેચાતી SUV Tata Nexonનું છે. તે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 7.60 લાખ રૂપિયા છે.
સનરૂફ સાથે આવતી કારમાં Hyundai Creta SUV બીજા ક્રમે છે. જેને એક્સ-શોરૂમ 10.87 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ SUV પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.
ત્રીજું નામ MG Aster SUVનું છે, તેને માત્ર પેટ્રોલ વેરિએન્ટમાં જ ખરીદી શકાય છે. જેની માઈલેજ 15.07 કિલોમીટર પ્રતિ લીટર છે. તમે તેને એક્સ-શોરૂમ 10.81 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.
આગામી કાર Kia Sonet SUV છે. તેને ડીઝલ પેટ્રોલ અને CNG વિકલ્પો સાથે ખરીદી શકાય છે. સનરૂફ સાથે તેની કિંમત 11.30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
Mahindra SUV700 પણ આ ફીચર સાથે ખરીદી શકાય છે, જે પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 13.45 લાખ રૂપિયા છે.