Budget Bikes: બજેટ પર ભારે નહી પડે આ બાઇકની ખરીદી, આ છે ઓછી કિંમતના બેસ્ટ ઓપ્શન
Affordable Bikes in India: ભારતમાં 100cc એન્જિનવાળી બાઈક સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ બાઇક વધુ લોકપ્રિય હોવાનું કારણ તેનું સ્ટાઇલિશ મોડલ અને તેની ઓછી કિમત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાઇક સ્ટાઇલિશ હોવાની સાથે માઇલેજ પણ સારૂ આપે છે. આપ માત્ર એક જ વાર ઈંધણ ભરીને આખો દિવસ ફરવા જઈ શકો છો.
જો તમે તમારા માટે ઓછા બજેટ બાઇક શોધી રહ્યા છો, તો તમે આ વિકલ્પો પર વિચાર કરી શકો છો.
સ્થાનિક બજારમાં સસ્તું બજેટ બાઇક્સની યાદીમાં Hero HF 100 પ્રથમ નંબરે છે. આ બાઇક 49,000 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.
બજાજ સિટી 100 બાઇક બીજા નંબર પર છે. આ કાર હાલમાં ભારતીય બજારમાં રૂ. 71,750 એક્સ-શોરૂમની કિંમતે ખરીદી શકાય છે અને તેના સેગમેન્ટમાં સૌથી સસ્તી બાઇક છે.
હીરો એચએફ ડીલક્સ બાઇક પાંચ અલગ-અલગ વેરિઅન્ટ અને 5 રંગોમાં ઉપલબ્ધ છે. આ બાઇકને 50,700 રૂપિયાથી લઈને 60,775 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે
ચોથી બાઇકનું નામ બજાજ સિટી 110 બાઇક છે. આ બાઇકને એક્સ-શોરૂમ 54,662 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.
આ યાદીમાં છેલ્લી અને પાંચમી બાઇક બજાજ પ્લેટિના છે. આ શાનદાર માઇલેજ બાઇકને 55,379 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.