સિંગલ ચાર્જિંગમાં 600 કિલોમીટરથી વધુ દોડશે આ કાર, BMW-BYDની કાર પણ સામેલ
Electric Car with 600 Kilometer Range: વૈશ્વિક બજારમાં ઇલેક્ટ્રિક કારની માંગ જોવા મળી રહી છે. લોકો એવી કાર ખરીદવા માંગે છે જે વધુ રેન્જ આપે. આ વાહનોમાં BMW-BYD કારનો સમાવેશ થાય છે. અહીં અમે તમને 600 કિલોમીટરથી વધુની રેન્જ આપતી કાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBYD સીલ વધુ રેન્જ ઓફર કરતી ઇલેક્ટ્રિક કારની યાદીમાં સામેલ છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં 650 કિલોમીટરની રેન્જ આપે છે. આ કાર 3.8 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી શકે છે. BYD સીલની એક્સ-શોરૂમ કિંમત 41 લાખ રૂપિયાથી શરૂ થઈને 53 લાખ રૂપિયા છે.
બજારમાં BMW i7 ઇલેક્ટ્રિક કારના ત્રણ મોડલ છે. આ ત્રણ મોડલ 274 માઈલથી 321 માઈલની રેન્જ ઓફર કરે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 2.13 કરોડથી 2.50 કરોડ રૂપિયાની વચ્ચે છે.
Hyundai IONIQ 5 પણ હાઇ રેન્જ ઓફર કરતી કારની યાદીમાં સામેલ છે. આ કાર 18 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. Hyundaiની આ કાર સિંગલ ચાર્જિંગમાં 604 કિલોમીટરની રેન્જ આપે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 45.95 લાખ રૂપિયા છે.
આ યાદીમાં Kia EV6 પણ સામેલ છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં 708 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ કાર માત્ર 18 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. Kia EV 6ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 60.95 લાખથી શરૂ થાય છે અને રૂ. 65.95 લાખ સુધી જાય છે.
ટેસ્લાનું મોડલ એસ પ્લેઇડ પણ આ યાદીમાં છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં 359 માઈલનું અંતર કાપી શકે છે. આ કાર 1020 hpનો પાવર જનરેટ કરે છે.