Electric Scooters: જબરદસ્ત રેન્જ સાથે બજેટમાં આવે છે આ પાંચ ઇલેક્ટ્રિક સ્કૂટર, તસવીરો......
Best Electric Scooters: જો તમે અત્યારે એક સારુ અને તમારા બજેટમા ફિટ બેસે તેવુ એક ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવવાનુ વિચારી રહ્યાં છો, તો તમને ઘણાબધા ઓપ્શન મળી રહેશે. પરંતુ અમે આજે તમને એવા પાંચ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને કિંમત પ્રમાણે સારા ફિચર્સ પણ આપી રહ્યાં છે. જુઓ લિસ્ટ.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાઉન્સ ઇન્ફિનિટી E1 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 2 kWh 48V 39 Ah ની રિમૂવેબલ બેટરી છે. આની શરૂઆતી કિંમત 79,999 છે. આની ટૉપ સ્પીડ 65 kmph છે. સિંગલ ચાર્જ પર આની પાવર રેન્જ 85 km સુધીની છે.
હીરો ઓપ્ટિમા સીએક્સ 52.2V, 30Ah લિથિયમ ફૉસ્ફેટ બેટરી અને 550W BLDC મૉટરની સાથે ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ફૂલ ચાર્જ થવામા 4-5 કલાકનો સમય લાગે છે. આની શરૂઆતી કિંમત 62,190 રૂપિયા છે. વળી, આની ડબલ બેટરી વેરિએન્ટ સિંગલ ચાર્જ પર 140 કિમીની રેન્જ અને 45 kmphની ટૉપ સ્પીડની સાથે ઉપલબ્ધ છે.
Ampere Magnus EX ઇલેક્ટ્રિક સ્કૂટર LCD સ્ક્રીન, એલ ઇન્ટીગ્રેટેડ USB પોર્ટ, કીલેસ એન્ટ્રી, અને એન્ટી થેફ્ટ એલાર્મ જેવા ફિચર્સ સાથે ઉપલબ્ધ છે.આની ટૉપ સ્પીડ 55 kmph છે. આને 5 amp સૉકેટથી 6-7 કલાકમાં 0-100% સુધી ચાર્જ કરી શકાય છે. આની ARAI-પ્રમાણિત રેન્જ 121 km ની છે. આની શરૂઆતી કિંમત 73,999 રૂપિયા છે.
હીરો ઇલેક્ટ્રિક ફૉટોન 72V 26 Ah બેટરી અને 1200W ની મૉટર સાથે ઉપલબ્ધ છે. આની બેટરીને ફૂલ ચાર્જ કરવમાં 5 કલાકનો સમય લાગે છે, અને ફૂલ ચાર્જ થવા પર, આની રેન્જ 90 kmની છે. આની ટૉપ સ્પીડ 45 kmph છે. આ સ્કૂટરમાં LED હેડલાઇટ, TEL લાઇટ અને એલૉય વ્હીલ પણ મળે છે. આની શરૂઆતી કિંમત 80,790 રૂપિયા છે.