ફાસ્ટેગ એકાઉન્ટમાં ઓટોમેટિક કેવી રીતે એડ થશે રૂપિયા? જાણો સરળ પ્રોસેસ
Fastag Using Tips: ફાસ્ટેગમાં પૈસા ખતમ થવાની ચિંતા કરવાની જરૂર નથી. આ ફીચર્સને એક્ટિવ કરશો તો વારંવાર પૈસા એડ કરાવની જરૂર રહેશે નહીં. તમારા ફાસ્ટેગમાં ઓટોમેટિક રૂપિયા એડ થઇ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં હવે ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે. વર્ષ 2014 માં ફાસ્ટેગ સુવિધા સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવી હતી.
ભારતમાં ઘણી રાષ્ટ્રીયકૃત બેન્કો તમને ફાસ્ટેગની સુવિધા પૂરી પાડે છે. તમારે ફાસ્ટેગનું રિચાર્જ કરાવવું પડશે, જેના પછી તમારા ખાતામાંથી પૈસા ઓટોમેટીક કપાઈ જશે.
જો ફાસ્ટેગમાં રિચાર્જ સમાપ્ત થાય. પછી ફાસ્ટેગ તમારા માટે કામ કરશે નહીં અને તમારે તેના માટે અલગથી ચૂકવણી કરવી પડશે.
પરંતુ જો તમારું ફાસ્ટેગ રિચાર્જ સમાપ્ત થઈ જાય. તો તમે તેમાં આ ફીચર એક્ટિવેટ કરી શકો છો. જેથી તમારે તેમાં વારંવાર પૈસા ઉમેરવાની જરૂર નહીં પડે. તમારા ફાસ્ટેગમાં પૈસા આપોઆપ ઉમેરાશે.
વર્ષ 2020માં આરબીઆઈએ યુપીઆઈ લાઇટમાં ઈ-મેન્ડેટ લાગુ કરવાની જાહેરાત કરી હતી. આના દ્વારા તમારા ફાસ્ટેગમાં પૈસા આપોઆપ આવી જશે.
તમે UPI Lite વૉલેટમાં વધુમાં વધુ 2000 રૂપિયા રાખી શકો છો. ફોન પે, ગૂગલ પે જેવી એપ્સમાં તમને UPI લાઇટનો વિકલ્પ મળશે.