ભારતીય માર્કેટમાં હવે એન્ટ્રી કરશે આ શાનદાર બજેટ લક્ઝરી કારો, જાણો ફિચર્સ ને કિંમત......
નવી દિલ્હીઃ મોટા ભાગના કાર કંપનીઓ સતત ભારતી માર્કેટમાં પોતાની નવી નવી કારોને લૉન્ચ કરી રહી છે. આજે તમને કેટલીક એવી કારો વિશે બતાવી રહ્યા છીએ, જે બહુ જલ્દી ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. આ લેટેસ્ટ અને એડવાન્સ ટેકનોલૉજી પર આધારિત છે અને કારોની ઇન્ટીરિયર અને એક્સટીરિયર એક લક્ઝરી કાર જેવુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMahindra New XUV500- મહિન્દ્રાની નવી એક્સયુવી 500 જૂન કે જુલાઇમાં લૉન્ચ થઇ શકે છે. આ 7 સીટર SUV એકદમ લક્ઝરી છે. આની કિંમત લગભગ 15-20 લાખ રૂપિયા હોઇ શકે છે. BS6 ટેકનોલૉજી પર આધારિત આ કાર 2.0 લીટર ડિઝલ એન્જિન વાળી છે. જે 15.5bhpનો પાવર જનરેટ કરે છે, આ કાર એકદમ સ્ટાઇલિશ લૂક સાથે માર્કેટમા ઉતારવામાં આવશે.
Honda Amaze Facelift- જલ્દી હોન્ડા પોતાની આ કારને ભારતીય માર્કેટમા ઉતારવાની તૈયારી કરી રહ્યુ છે. આની કિંમત 7-10 લાખ રૂપિયા હોવાનુ અનુમાન છે. આ કાર 1.2 litre પેટ્રૉલ એન્જિન અને 1.5litre ડિઝલ એન્જિન વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. લેટેસ્ટ ટેકનોલૉજી પર આધારિત આ કારમાં શાનદાર ઇન્ટીરિયર અને એક્સટીરિયર છે.
Maruti Suzuki Futuro-E- મારુતિ સુઝુક પણ બહુ જલ્દી કારને માર્કેટમાં ઉતારશે. આની કિંમત લગભગ 10 લાખ રૂપિયા હોવાનુ અનુમાન છે. દમદાર એન્જિન અને જબરદસ્ત બેટરી બેકઅપ વાળી આ કાર એકદમ શાનદાર છે. આ બજેટ ઇલેક્ટ્રિક કાર હશે, જે સામાન્ય માણસ માટે બેસ્ટ ઓપ્શન બની શકશે. લોકો આ કારનો ઇન્તજાર કરી રહ્યાં છે.